ઝૂંપડીમાં રહે છે આ ધારાસભ્ય

11 Feb 2019 18:47:18


મધ્યપ્રદેશના વિજયપુર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય સીતારામ આદિવાસી આજે પણ પોતાની પત્ની સાથે કાચા મકાનમાં રહે છે. જો કે અહીંના લોકો પોતાના ધારાસભ્ય માટે પરસ્પર સહયોગથી ભંડોળ એકઠું કરી સીતારામ માટે પાકું મકાન બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સીતારામે ગત નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના કદાવર નેતા રામનિવાસ રાવતને હરાવ્યા હતા. સીતારામની રહેણી-કરણી એકદમ ગ્રામીણ ઢબની છે. દરરોજ સાંજે તે પોતાના ઘરની બહાર ખાટલો ઢાળી તાપણું કરતા જોવા મળી જાય છે અને સવારમાં શાલ ઓઢી લોકો વચ્ચે બેસી સામાન્ય માણસની જેમ ચર્ચાએ ચડે છે.

Powered By Sangraha 9.0