મધ્યપ્રદેશનો એક યુવક કાનની જગ્યાએ નાકથી સાંભળે છે

    ૧૧-ફેબ્રુઆરી-૨૦૧૯   


મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના એક નાનકડા ગામ બંધનપુરામાં રહેતો ટિલ્લુ આજકાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. અત્રે જણાવવાનું કે ટિલ્લુ જે કારણથી ચર્ચામાં છે તે જાણીને તમને પણ ખૂબ નવાઈ લાગશે. વાત જાણે એમ છે કે ટિલ્લુનો દાવો છે કે તેને કાનથી નહીં, પરંતુ નાકથી સંભળાય છે. લોકોને જેવી ખબર પડી કે ટિલ્લુને કાનથી જગ્યાએ નાકથી સંભળાય છે કે આસપાસના લોકોમાં વાત ફેલાતી ગઈ. ટિલ્લુના ઘરવાળાનું કહેવું છે કે તેના બંને કાનનાં છિદ્રો નાનપણથી બંધ છે, જેના કારણે તેને પહેલાં સંભળાતું હતું, પરંતુ બહુ ઓછું, પરંતુ થોડા દિવસ પહેલાં તો તેને સંભળાવાનું બિલકુલ બંધ થઈ ગયું. ત્યાર બાદ ટિલ્લુને નાકથી સંભળાવા લાગ્યું. ટિલ્લુનો દાવો છે કે તેને કાનની જગ્યાએ નાકની સામે મોબાઈલ રાખવાથી વધુ સારી રીતે સંભળાય છે. જો કે નાક, કાન ગળાના વિશેષજ્ઞ ડૉક્ટરોના મતે નાકથી સાંભળવું શક્ય નથી. કારણ કે નાક અને કાનની ઇન્દ્રિયો અલગ-અલગ હોય છે. તેનાં કામ પણ અલગ-અલગ હોય છે. વ્યક્તિની યોગ્ય રીતે તપાસ કરાવવી જોઈએ.