મૂર્તિએ મોં ફેરવી દલિત ભક્તને દર્શન આપ્યાં

    ૧૪-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
કર્ણાટકમાં મેંગલોર અને મણિયાર શહેરની વચ્ચે ઉડિપિ નામનું ગામ આવેલું છે. અહીંના કનકદાસ નામના મંદિરનો ભારે મહિમા છે. એવી લોકવાયકા છે કે પ્રાચીનકાળમાં અહીં કનકદાસ નામનો એક દલિત કૃષ્ણભક્ત રહેતો હતો. સવર્ણ ન હોવાથી તેને કૃષ્ણમંદિરમાં પ્રવેશવા દેવામાં આવતો ન હતો. આથી કનકદાસ મંદિરની પાછળ જઈને જાળીમાંથી કૃષ્ણ ભગવાનનાં નિત્ય દર્શન કરતો હતો. એક દિવસ કનકદાસની ભક્તિથી પ્રસન્ન થઈ કૃષ્ણ ભગવાનની પ્રતિભા ૧૮૦ ડિગ્રી ફરી ગઈ અને કનકદાસને સન્મુખ દર્શન આપ્યાં. આજે પણ એ જ સ્થિતિમાં અહીં કૃષ્ણની મૂર્તિ છે. આ ઘટના બાદ આ કૃષ્ણ મંદિર કનકદાસ મંદિર તરીકે ઓળખાય છે.