શહીદના પિતાએ કહ્યું, બીજો દિકરો પણ ભલે શહીદ થઈ જાય પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો

    ૧૫-ફેબ્રુઆરી-૨૦૧૯

 
 
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા CRPF ના જવાનો પર થયેલ આતંકવાદી હુમલામાં ૪૨ સૈનિકો શહીદ થયા છે. આ હુમલા બાદ દરેક ભારતીય દુઃખી છે. શહીદોના પરિવારજન માટે આ ખૂબ મુશ્કેલી ભર્યો સમય છે. દરેક ભારતીય આ પરિવારજનો માટે દુઃખી છે.
 
આ દુઃખદ સમયે બિહારના ભાગલપુરના શહીદ રતન ઠાકુરના પિતાએ જે વાત કહી છે તે તેમને સલામ કરવા જેવી છે. આ વાત સાંભળીને તમેને પણ એજ લાગણી થશે.
 
 
 
 
તેમણે કહ્યું કે તે દેશ માટે પોતાનો બીજો દિકરો પણ કુર્બાન કરવા તૈયાર છે પરતું પાકિસ્તાનને સબક શીખવવો જોઇએ. એએનઆઇ નામની ન્યુઝ એજન્સીને તેમણે જણાવ્યું હતું કે માતૃભૂમિની રક્ષા કાજે મે મારા એક દિકરાને કુર્બાન કરી દીધો છે, બીજા દિકરાને પણ આ લડાઈ લડવા મોકલવા તૈયાર છુ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઇએ.