શ્રીમાન કૂકડે-કૂ કુમાર હાજર હો...

    ૧૫-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
મધ્યપ્રદેશના શિવપુરીમાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની છે. અહીં એક મરઘા પાળનાર યુગલ પર પોલીસે સમન્સ પાઠવ્યું છે. તેના પર પડોસમાં રહેતા પૂનમ કુશવાહા નામની મહિલાએ ફરિયાદ કરી હતી કે, તેમના સગીર પુત્રને તેમના મરઘાએ છેલ્લા પાંચ મહિનામાં ચાર વખત ચાંચ મારી છે. પરિણામે પોલીસે મરઘા સહિત તેમના માલિકને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું ફરમાન જારી કર્યું હતું.