પાકિસ્તાન પાસેથી છીનવાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) નો દરજ્જો એટલે શું ?

    ૧૫-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFની ટૂકડી પર હુમલો થયા બાદ ૧૫ ફેબુઆરીના રોજ સવારે સરકારે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, ત્રણેય સેનાના અધિકારી તથા મહત્વના લોકો હાજર રહ્યા હતા. નાંણામંત્રી અરૂણ જેટલીએ બેઠક પછી જાહેરાત કરી છે કે પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત લેવાયો છે. આ મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો એટલે શું? તો આવો જાણીએ મોસ્ટ ફેવર્ડ નેશન(MFN)નો દરજ્જો એટલે શું ? તેનાથી પાકિસ્તાનને શું નુકશાન થશે?

મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો એટલે?

મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો સમજતા પહેલા આપણે વિશ્વ વેપાર સંગઠન (WTO)ને સમજવું પડે. WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈસર) એટલે એવું સંગઠન જે વિશ્વના દેશો વચ્ચે જે વેપાર થાય છે તેના પર ધ્યાન રાખે છે. કશું ખોટું ન થાય તેની ધારા ધોરણો આ સંગઠન નક્કી કરે છે. આ સંગઠન સાથે ૧૬૨ દેશો જોડાયેલા છે. દેશો વચ્ચેના વેપાર માટે અનેક નિયમો આ સંગઠને બનાવી રાખ્યા છે જે વેપાર વખતે જે તે દેશોએ માન્ય રાખવાના હોય છે. વિશ્વમાં WTO સાથે જોડાયેલા બે દેશો વચ્ચે વેપાર થાય તો તે આ સંગઠનના ધારાધોરણો મૂજબ થાય છે.

પહેલા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈસર (WTO) ને સમજો

હવે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈસર (WTO)ના નિયમોમાં “મોસ્ટ ફેવર્ડ નેશન”નો ઉલ્લેખ છે. કોઇ દેશ અન્ય કોઇ દેશ સાથે વેપાર કરે અને તે દેશને વેપાર માટે ખૂબ વધારે પ્રાધાન્ય આપે તો તે દેશને પ્રાધાન્ય આપનાર દેશ તરફથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવે છે. ૧૯૯૫માં WTO ની સ્થાપના થઈ અને ૧૯૯૬માં જ ભારતે વેપાર માટે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપી દીધો હતો. અને ત્યારે પછી ભાર્તે અનેક વાર માંગ કરી છે કે પાકિસ્તાન પણ ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપે. પણ પાકિસ્તાને આજ સુધી આ દરજ્જો ભારતને આપ્યો નથી. હા એકવાર ૨૦૧૨માં પાકિસ્તાને આ દરજ્જો આપવની વાત કરી હતી પણ તે હજી સુધી સંભવ બની શક્યું નથી.

આ દરજ્જાનો ફાયદો શું?

આ દરજ્જો આપવાથી ફાયદો એ થાય કે પાકિસ્તાન ભારત પાસેથી માલ ખરીદે તો અમૂક પ્રકારના ટેક્સ લાગતા નથી માટે તેના માટે ભારતમાંથી ખરીદેલો માલ સસ્તો થઈ જાય છે.

હવે જાણો ભારત – પાકિસ્તાન વચ્ચેની આયાત નિકાસની વસ્તું

ભારત પાકિસ્તાનને ખાંડ, ચા, પેટ્રોલિયમ, કોટન, ટાયર, રબડ સહિય બીજી ૧૪ જેટલી વાસ્તું વેચે છે એટલે કે નિકાસ કરે છે. જ્યારે પાકિસ્તાનમાંથી ભારત કેરી, અનાનસ, ફેબ્રિક કોટન, હાઈડ્રોકાર્બન, પેટ્રોલિયમ ગેસ, સીમેન્ટ જેવી ૧૯ પ્રમુખ વસ્તુંની આયાત કરે છે, એટલે કે ખરીદે છે. હવે આ દરજ્જો પાછો લેવાથી પાકિસ્તાન ભારતમાંથી જે જે વસ્તું ખરીદશે તે તેને મોંઘી પડશે. કેમકે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ભારતે આપ્યો હોવાથી તેને અમૂક પ્રકારના ટેક્સથી મુક્તી મળે છે જે હવે નહી મળે. એટલે આ રીતે પાકિસ્તાનને આર્થિક સબક શીખવવાની વાત છે.

આનાથી ભારત પાકિસ્તાનના વેપાર પણ શું અસર થાય?

ભારત પાકિસ્તાન વચ્ચેના વેપારના થોડા આકંડા જુવો તો ખબર પડી જાય કે આની અસર ક્યાં કેવી રીતે થવાની છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ભારત-પાકિસ્તાન વચ્ચે ૬૪૩.૩ અરબ ડોલરનો વેપાર થયો હતો. હાલ ભારત પાકિસ્તાનમાં ૨.૬૭ અરબ ડોલરના માલની નિકાસ કરે છે. એટલે આટલો માલ વેચે છે. અને પાકિસ્તાન ભારત પાસેથી ૪૦ કરોડ ડોલર નો માલ ખરીદે છે. આ ખરીદીમા ભારતને તો ફાયદો થતો નથી કેમ કે પાકિસ્તાને ભરતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો નથી પણ પાકિસ્તાને આ દરજ્જો ભારત તરફથી મળ્યો હોવાથી પાકિસ્તાનને જરૂર ફાયદો થાય છે. જે આ દરજ્જો પાછો લઈ લેવાથી નહિ થાય.

MFN નો દરજ્જો શું પાછો લઈ શકાય?

જો બે દેશ વચ્ચે સુરક્ષા સંદર્ભના મુદ્દે વિવાદ હોય તો WTO ના આર્ટિકલ 21b મુજબ કોઇ જે તે દેશ આ દરજ્જો પાછો લઈ શકે છે. આ માટે WTO ની કેટલીક શરતો હોય છે તે પૂરી કરવાની હોય છે. આવું ૧૯૮૩માં અમેરિકા અને નિકારગુઆ દેશ વચ્ચે અને ૧૯૯૨માં યુરોપિયન કમ્યુનિટી અને યુગોસલાવિયા વચ્ચે થઇ ચૂક્યું છે.