પુલવામા હુમલાનો પહેલો બદલો આપણી સેનાએ લઈ લીધો છે…એક હતો આતંકવાદી ગાજી!!

    ૧૮-ફેબ્રુઆરી-૨૦૧૯

 
પુલવામા આતંકવાદી હુમલા પછી દેશ આખાનો એક જ સૂર છે કે આનો બદલો હવે લેવો જ પડશે. સરકાર તરફથી સેનાને છૂટ મળી ગઈ છે અને આશા છે કે આગામી સમયમાં સરકાર દ્વાર કંઈક તો કરાશે. જે પણ કરવાનું હોય તે જાહેર કરવાનું ન હોય, એ સૌ જાણે છે એટલે તેની વાતો બહાર આવતી નથી, અને ન આવે જે પણ જરૂરી છે. પણ આ બધાની વચ્ચે એક સમાચાર આવ્યા છે તે જાણીને એવું જરૂર લાગે છે કે સેના ચૂપ બેસી નથી. પુલવામા હુમલાનો પહેલો બદલો આપણી સેનાએ લઈ લીધો છે…
 
પુલવામા હુમલા પછી સેનાને માહિતી મળી હતી કે આ હુમલાના માસ્ટરમાઈન્ડ કાશ્મીરમાં જ છે. હુમલાના દિવસે આપણી સેના કામે લાગી ગઈ. બાતમીના આધારે જે વિસ્તારમાં આ આતંકવાદીઓ છુપાયેલા હતા તે વિસ્તારને ચરેબાજુથી ઘેરી લોધો અને પછી શરૂ થયું સેનાનું સર્ચ ઓપરેશન…
 
આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સેના પર ફાઈરીંગ શરૂ કરી દીધુ અને આપણી સેનાના એક મેજર સહીત ત્રણ જવાનો શહીદ થયા. એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયો. સેના અને આતંકવાદીઓ બચ્ચે સામસામે ફાઈરીંગ થયુ જેમાં પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ ગાજિ રાશિદને આપણા જવાનોએ મારી નાખ્યો છે.
 

કોણ હતો આ ગાજી?

 
જૈશ-એ-મોહમ્મદનામના સંગઠનનું નામ તો આ હુમલા પછી બધાને ખબર પડી જ ગઈ છે. દરેક ભારતીયના હ્યદયમાં આ સંગઠન પ્રત્યે નફરત છે કેમ કે તેણે જ આ હુમલો કરાવ્યો છે. આ સંગઠનનો આકા મસૂદ અજહર છે. જે એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં છુપાએલો છે. આ મસૂદનોભત્રીજો કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરાવતો હતો પણ વર્ષ ૨૦૧૮માં આપણી સેનાએ 'ઓપરેશન ઓલઆઉટ' દરમિયાન તેને મારી નાખ્યો. ત્યાર પછી કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ ચાલૂ રાખવા મસૂદને એક માણસની જરૂર હતી અને પછી મસૂદે આ કામ પોતાના નજીકના કમાન્ડર અને IED (improvised explosive device) એક્સપર્ટ ગાજી રાશિદને સોપ્યું. ગાજી ૨૦૦૮માં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયો હતો અને તાલિબાનમાં તેણે આતંદવાદી ટ્રેનિંગ લીધી હતી. પછી તે ૨૦૧૦માં ઉત્તરી વજીરીસ્તાનમાં આવી ગયો હતો. એવું કહેવાય છે કે ગાજી પોતાના બે સાથીઓ સાથે ડિસેમ્બર મહિનામાં ભારતમાં ઘુસ્યો હતો અને કાશ્મીરમાં છુપાયો હતા. પણ સેનાએ તેને શોધી લીધો છે અને ગોળીએ દીધો છે. હવે એવું કહી શકાય “એક હતો આતંકવાદી ગાજી…”