શું ટીકટોક હવે બંધ થઈ જશે? વાત તો તેના પર પ્રતિબંધ મૂકવાની થઈ રહી છે

    ૨૦-ફેબ્રુઆરી-૨૦૧૯   
સ્વદેશી જાગરણ મંચ દ્વારા ટીકટોકનો વિરોધ કરી તેના પર પ્રતિબંધ લાદવાની વાત કરી છે કારણ કે તે ચાઈનીસ કંપની છે, અહી અશ્લીલતાનો ભંડાર છે અને ડેટા ચોરી કરે છે.

TikTok App પર પ્રતિબંઘ??

જંગલમાં આગ જેટલી ઝડપથી નથી ફેલાતી તેના કરતા વધુ ઝડપે યુવાનોમાં ટીકટોક નામની એપ્લીકેસન વાઈરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટીવ દરેક યુવાન માટે ટીકટોક શબ્દ કે એપ નવી વાત નથી. ટીકટોક યુવાનોને એક એવું મંચ આપે છે કે જ્યાંથી યુવાનો પોતાની એક્ટીંગ અને ક્રીયેટીવીટી દુનિયા સમક્ષ મૂકી શકે છે. આનું પરિણામ એ આવ્યું છે કે અનેક સમીક્ષકો અહીંના કલાકારોને ફિલ્મમાં લેવાની વાતો કરી રહ્યા છે. અને વાત પણ સાચી લાગે તેવી છે. એક દૂર નાનકડા ગામમાં બેઠેલો યુવાન ટીકટોક પર જે એક્ટીંગ કરી બતાવે છે તેવી એક્ટીંગ બોલીવૂડના અનેક કલાકારો માટે કરવી અશક્ય લાગે. આ એપની સારી વાત છે પણ આ એપની ખરાબ વાતો પણ સામે અવી રહી છે અને અનેક દેશોમાં આ એપ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. જેમ કે...

તમિલનાડુની સરકારે ટીકટોક પર પ્રતિબંધ લાદવા કરી વોત

ટીકટોક પર અશ્લીલ વીડિયોની ભરમાર છે. જેની ખરાબ અસર આપણા યુવાનો પર પડી રહી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી તમિલનાડુની સરકારે ટીકટોક પર પ્રતિબંધ લાદવા કેન્દ્ર સરકારને ભલામણ કરવાની વાક કોહી છે. તમિલનાડુના પ્રસારણ મંત્રી મણિશંકરનું કહેવું છે કે આ એપ યુવાનોને અને બાળકોને ગુમરાહ કરે છે.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા પણ ટીકટોકનો વિરોધ

આવી જ રીતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા પણ ટીકટોકનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આ ટીકટોક નામની સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે દરેક ભારતીયોની એ જવાબદારી છે કે કોઈ એવા દેશ કે વ્યક્તિને થનાર ઈકોનોમીકોલી ફાયદો રોકવો જોઈએ જે ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ આતંકવાદ સમર્થન હોય.

TikTok ચાઈનીઝ વિડીયો એપ

તમને જણાવી દઈએ કે ટીકટોક ચાઈનીઝ વિડીયો એપ છે જેણે ભારતમાં ઘૂષણખોરી કરી છે. ટીકટોક જેવી ૨૦ જેટલી ચાઈનીંઝ એપ્સ ભારતમાં ઘુસી આપણા મહત્વના ડેટાની ચોરી કરે છે અને ભારત વિરુદ્ધ તેનો ઉપયોગ કરે છે.

ભારત સરકારે હમણાં જ ડેટા પ્રોટેકશન અને પ્રાઈવસી માટે એક ડ્રાફટ તૈયાર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ કન્ટેન્ટ ખૂબ સરળતાથી મૂકી શકાતું હોય તેવા અપ્સને વધારે સાણસામાં લેવાની વાત કરી છે. આ ડ્રાફટની અસર કેટલાક ચાઈનીંસ એપ્સ પર નકકી પડવાની.

ટીકટોક એપ વિશે

ટીકટોક એપ વિશે વાત કરીએ તો અહી ૧૫ સેકન્ડનો વીડિયો બનાવવાની પરવાનગી આપવામાં આવે છે. વિડીયોમાં નિર્દોથી માંડી ખુલ્લેઆમ બિભત્સ કન્ટેન્ટ યુઝર્સ પોસ્ટ કરે છે. વર્તમાન સમયમાં સૌથી વધુ જે એપ્સ ડાઉનલોડ થાય છે તેમાં ટીકટોકનું નામ પણ છે. પ્લે સ્ટોર પર આ એપ્સને ૧૦ કરોડ કરતા વધુ વાર ડાઉનલોડ કરાયુ છે. દુનિયામાં ૮૦ કરોડ વાર ડાઉનલોડ થયં છે. ભારતમાં આ એપના લગભગ ૨૦ કરોડ અક્ટીવ યૂઝર્સ છે.

યુવાનો અહીં વીડિયો બનાવી પૈસા કમાય છે

ટીકટોક તેના ક્રીએટર્સને વિડીયો દીઠ રૂ. પ૦૦૦ થી પ૦,૦૦૦ આપે છે. વિડીયોના કન્ટેન્ટ અને પ્રભાવના વ્યાપના આધારે વિડીયો બનાવના૨ને પૈસા અપાય છે. આ પૈસા કમાવાની લાલચમાં અહી અસ્લીસ વીડિયો વધારે જોવા મળે છે જે ખતરાજનક વાત કહેવાય.