કેસરી – જ્યારે ૨૧ જવાનો ૧૦ હજાર દુશ્મનો સામે લડ્યા હતા

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૧૯

 
અક્ષયકુમારની નવી ફિલ્મ “કેસરી”નું ટ્રેલર સામે આવી ગયું છે. માત્ર બે કલાકમાં યુ-ટ્યુબ પર ૫ લાખ લોકો આ ટ્રેલર લોકો જોઇ ચૂક્યા છે. અક્ષયે આ ટ્રેલર પોતાના ટિવટર એકાઉન્ટ પર પણ પોસ્ટ કર્યુ છે. ૩ મિનિટના આ ટ્રેલરમાં ફિલ્મની ભવ્યતા, શાનદાર એક્શન, જાનદાર ડાયલૉગની ઝલક તમને જોવા મળે છે.
  

શું છે ફિલ્મની વાર્ત….

 
ફિલ્મની વાર્તા ૧૮૯૭માં થયેલી સારાગઢીની લડાઈ પર આધારિત છે. બ્રિટિશ ઈન્ડિયન આર્મીની સિખ રેજિમેન્ટ અને અફગાન મિલિટ્રી વચ્ચે થયેલી લડાઈ આ ફિલ્મનું કથાબીજ છે. આ લડાઈમાં ૨૧ સિખ સૈનિકોએ ૧૦૦૦૦ અફગાનિઓનો બહાદૂરી પૂર્વક સામનો કર્યો હતો.
 
ફિલ્મમાં અક્ષયકુમાર, પરિનીતિ ચોપડા મુખ્ય ભૂમિકામાં છે. અનુરાગ સિંઘે આ ફિલ્મ બનાવી છે, જે આગામી ૨૧ માર્ચે સિનેમા ઘરોમાં જોવા મળશે…
 
જુવો ટ્રેલર.....