ભાજપ છોડી કોગ્રેસમાં જોડાયા પછી કીર્તી આઝાદે કહ્યું “કોગ્રેસ તો બૂથ લૂંટતી હતી”

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૧૯

 
 

કીર્તી આઝાદનું વિવાદીત બયાન....

 
કીર્તી આઝાદનું નામ તો કદાચ યુવાનોએ ઓછું સાંભળ્યું હશે પણ પંચાસવર્ષના વડીલો અને ક્રિકેટપ્રેમીઓને માટે આ નામ નવું નહિ હોય. કેમ કે ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમે જે વર્લ્ડ કપ જીત્યો તે ટીમનાં એક ખેલાડી તરીકે કીર્તી આઝાદ સામેલ હતા. ક્રિકેટમાંથી નિવૃત થયા પછી રાજનીતિમાં આવ્યા અને છેલ્લા ૨૬ વર્ષથી બીજેપીમાં હતા. હમણા જ ૧૮ ફેબ્રુઆરીએ વિધિવત રીતે એટલે કે ધૂમધામથી તેઓ કોગ્રેસમાં જોડાયા.
 
કોગ્રેસમાં જોડાયા પછી પહેલી સભા રાખવામાં આવી બિહારના દરભંગામાં. ભાઇ કિર્તી આઝાદ ત્યાં પહોંચી ગયા. માઈક હાથમાં આવ્યું તો બોલવા પણ લાગ્ય. હવએ બોલ્યા એવું કે કોગ્રેસ અને બિહારમાં છવાઈ જ ગયા.
 
 
 

કોંગ્રેસના અનેક નેતાઓએ બૂથ લૂંટવાનો લાભ લીધો છે 

 
કીર્તી આઝાદે બિહારના અને કોગ્રેસના વખાણ કરતા હોય એ અંદાજમાં કહ્યું કે બિહારમાં ચૂંટણી વખતે બૂથ કેપ્ચરીંગ થવું સમાન્ય વાત છે. કોંગ્રેસના અનેક નેતાઓએ બૂથ લૂંટ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ બૂથ લૂંટવાનો લાભ લીધો છે. એક જમાનો હતો જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ બૂથ લૂંટતા હતા. નાગેન્દ્ર બાબૂ માટે ડોક્ટર સહેબ ( જગન્નથ મિશ્ર) માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ બૂથ લૂંટતા હતા.
 
આટલું નહી તેમણે કહ્યું કે માતા પિતા માટે પણ બૂથ લૂંટવામાં આવ્યું હતું અને ૧૯૯૯માં મારા માટે પણ બૂથ લૂંટવામાં આવ્યું હતું. તે સમયે ઇલેક્ટોનિક મશીન ન હતા. ત્યારે આવી ગડબડી થતી હતી પણ આજે એવું નથી. આજે બધું સારું છે.