જૈસ-એ-મહમ્મદનો Masood Azhar ડરી ગયો Audio tap દ્વાર કહ્યું pulwama attackમાં મારો હાથ નથી.

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૧૯

 

ભારતની કાર્યવાહીથી ડરી ગયો મસૂદ કહે છે પુલવામા હુમાલમાં મારો હાથ નથી!!

 
પુલવામા હુમલા પછી એક ઓડિયો ટેપ જૈસ-એ-મોહમ્મદ દ્વાર બહાર પાડવામાં આવી હતી અને આ હુમલાની જવાબદારી લીધી હતી. પણ હવે આ હુમલાના છ દિવસ પછી જૈસ-એ-મોહમ્મદના ચીફ મૈલાના મસૂદ અઝહરની બીજી એક ઓડિયો ટેપ આવી છે. જેમાં તેણે પુલવામા હુમલામાં પોતાનો કોઇ હાથ ન હોવાનો દાવો કર્યો છે. જોકે આ ઉપરાંત તેણે અનેક વાતો પણ કરી છે. ભારત વિરુધ્ધ ઝેર ઓકવામાં તેણે જરા પણ પાછી પાની કરી નથી. તેણે ભારત વિરોધી અનેક વાતો કરી.

જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે એક નવો ઓડિયો જાહેર કરી જણાવ્યું હતું કે…

# મસૂદે પુલવામા હુમલામાં હાથ હોવાનો ઈન્કાર કર્યો છે.
# તેણે દાવો કર્યો છે કે, તે કદી પુલવામા એટેકનો આત્મઘાતી આતંકી આદિલ અહમદ ડારને પણ મળ્યો નથી.
# પુલવામા હુમલાથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019ની લોકસભા ચૂંટણીમાં નુકસાન થશે.
# હું પાકિસ્તાનને કોઈ પણ પ્રકારના યુદ્ધમાં ધકેલવા નથી માગતો
# તમારે જે કહેવું હોય તે કહો પણ ખબરદાર…ખબરદાર આદિલ અહમદ ડારને કઈ ન કહો.
# સમગ્ર દુનિયા આદિલને મારી સાથે જોડી રહી છે, પરંતુ મારી ઈચ્છા છે કે કાશ હું એને એક વખત મળી શક્યો હોત.
# જો આદિલના કારણે મને હવે મારી નાખવામાં આવે તો પણ મને કોઈ દુખ નથી. તે મારા માટે શહીદી ગણાશે.
# આ ઓડિયોમાં મસૂદ અઝહરે પાકિસ્તાની કોલમિસ્ટ અયાઝના પણ વખાણ કર્યા છે, જેણે આદિલ અહમદ ડારના જાહેરમાં વખાણ કર્યા છે.
# આદિલે જ પુલવામા હુમલો કર્યો હતો અને પોતાની ગાડી લઈને સીઆરપીએફના કાફલામાં ઘૂસ્યો હતો.
# કાશ્મીરમાં આઝાદીની લડાઈ હવે શરૂ થઈ ચૂકી છે.
# કેટલાક લોકો કહે છે કે આ હુમલાથી નરેન્દ્ર મોદીને ફાયદો થયો છે પણ એવું નથી. આવું સમજનારા ભારતના રાજકરણને સમજતા નથી.
# નરેન્દ્ર મોદી કાશ્મીરમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે.
# પાકિસ્તાની મીડિયા અને સરકાર બંને ડરેલી છે.
 
ઉલ્લેખનીય છે કે અમેરિકા, ફ્રાન્સ, રશિયા જેવા દેશ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ પર પ્રતિબંધ લગાવવા માટે ભારતની સાથે જોડાયા છે. ત્યારપછી જૈશ થોડું ગભરાઈ ગયું છે.
 

સાંભળો અને સમજો શું કહેવા માગે છે આ ડરપોક.....