સર્જિકલ સ્ટ્રાઈક ૨ની સંપૂર્ણ કહાની…

    ૨૬-ફેબ્રુઆરી-૨૦૧૯

સર્જિકલ સ્ટ્રાઈક ક્યારે કેવી રીતે ઘડાઈ? આવો જાણીએ…

પુલવામા હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “આ વખતે આતંકવાદીઓએ ખૂબ મોટી ભૂલ કરી છે, તેમને કીંમત ચૂકવવી પડશે”. એ પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાનને સબક શિખવવા અનેક કૂટનીતિક પગલાંઓ ભર્યા અને હવે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક પણ કરી છે. ૨૬ ફેબ્રુઆરીએ જ્યારે આપણે ગાઢ ઊંઘમાં હતા ત્યારે ભારતીય વાયુસેના પાકિસ્તાનામાં આતંકવાદીઓ પર બોમ્બનો વરસાદ કરી રહી હતી. જૈસ-એ-મોહમ્મદના અનેક ટ્રેનિંગ કેમ્પો હવે ખંડેર બની ગયા છે.
 
મહત્વની વાત એ છે કે ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એવી સર્જિકલ સ્ટ્રાઈક છે જેનું સબૂત ખૂદ પાકિસ્તાને આપ્યું છે. આ સ્ટ્રાઇક ક્યારે કેવી રીતે ઘડાઈ? આવો જાણીએ…
 
#૧૪ ફેબ્રુઆરી – પુલવામા આતંકવાદી હુમલો થયો અને આપણા ૪૦ જવાનો આત્મઘાતી હુમલામાં શહીદ થયા.
 
#૧૫ ફેબ્રુઆરી – ઇન્ડિયન એયર ફોર્સના ચીફ બીએસ ઘનોઆએ આ હુમલાનો જવાબ આપવા એક એર સ્ટ્રાઈક કરવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂક્યો અને સરકારે તેને માન્ય રાખ્યો.
 
# ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી – એરફોર્સે આ એર સ્ટ્રાઈક માટે વ્યુરચના તૈયાર કરી.યોગ્ય અભ્યાસ કર્યો, એલઓસીની આજુ-બાજુમાં તાગ મેળવ્યો. ડ્રોનની મદદથી ટાર્ગેટ એરિયાની માહિતી ભેગી કરાઇ. આતંકી ક્યાં ક્યાં હોય શકે તેની તપાસ થઈ
 
#૨૦ થી ૨૨ ફેબ્રુઆરી – દેશની બધી જ ગુપ્તચર એજન્સીની એક બેઠક બોલાવવામાં આવી. સર્જિકલ સ્ટ્રાઇકની ફાઈનલ બ્લુપ્રીન્ટ તૈયાર કરવામાં આવી.
 
# ૨૧ ફેબ્રુઆરી – આ બ્લુપ્રીન્ટની રજુઆત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સામે કરવામાં આવી. જેમાં નક્કી કરવામાં આવ્યું કે કઈ કઈ જગ્યાએ આ સ્ટ્રાઈક થશે
 
# ૨૨ ફેબ્રુઆરી – ઈન્ડિયન એરફોર્સ ૧ સ્ક્વોડ્રન ટાઈગર્સ અને ૭ સ્ક્વોડ્રન “બેટલ એક્સેસ” ને સ્ટ્રાઈક માટે તૈયાર રહેવા સૂચના અપાઈ.
 
# ૨૨ ફેબ્રુઆરી – ૧૨ મિરાજ તૈયાર કરવામાં આવ્યા. સર્જિકલ સ્ટ્રાઈક માટેની તૈયારી કરવામાં આવી
 
૨૩ ફેબ્રુઆરી – મધ્યભારતના અનેક વિસ્તારમાં ટ્રાયલ કરવામાં આવી
 
# ૨૫/૨૬ ફેબ્રુઆરી – આ મિશનને સંપૂર્ણ તૈયારી સાથે પૂરૂ પાડવામાં આવ્યું. રાત્રે ૩.૨૦ કલાકે આ મિશન શરૂ થયુ. માત્ર ૨૧ મિનિટમાં મિશન પૂર્ણ કરાયુ.
 
# ૨૬ ફેબ્રુઆરી - રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે વડાપ્રધાનને આ મિશનની માહિતી આપી અને સરકારે પણ સ્વીકાર કર્યો કે “હા આ સ્ટ્રાઈક હતી”

વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઈક પુલવામાના શહીદોને સેનાની શ્રદ્ધાંજલિ

મિરાજ - ૨૦૦૦ના ૧૨ પ્લેનથી હુમલો
પાકિસ્તાનના બાલાકોટ, ચકૌટી અને મુજફ્ફરાબાદમા આવેલ આતંકી સ્થાનો ફૂંકી મરાયા
૧૦૦૦ કિલો બોમ્બથી હુમલો
મંગરવારે સવારે ૩.૩૦ કલાકે કરવામાં આવ્યો હુમલો
૨૧ મિનિટનું ઓપરેશન અને ૩૦૦ આતંકી માર્યા ગયાનો અંદાજ
જૈસ-એ-મહોમ્મદના ત્રણ ટ્રેનિંઅ કેમ્પ ઉડાવી દેવામાં આવ્યા
મહત્વની વાત એ છે જે આ ભારતીય એર સ્ટ્રાઈકનો દાવો પાકિસ્તાન દ્વારા જ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની આર્મી પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરીને ફોટા સાથે આ વાત મૂકી હતી.
બીજા એક ટ્વિટમાં ગફૂરે કહ્યુ કે ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય એરક્રાફ્ટ દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા છે.