આપણા વિંડ કમાન્ડાર અભિનંદનના પરિવારનું શું કહેવું છે? મીડિયા અહીં પહોંચી ગઈ છે

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૧૯

 
 
પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે આપણા એક વિંગ કમાન્ડરને પકડી લીધો છે. તેનું નામ છે અભિનંદન વર્ધમાન અને સર્વિસ નંબર છે ૨૭૯૮૧.
આ પછી સોશિયલ મીડિયામાં આ સંદર્ભે જુદી જુદી વાતો થવા લાગી છે. બીજી બાજુ પાકિસ્તાને પણ આપણા આ પાયલોટનો બીજો વીડિયો જાહેર કર્યો છે. જેમાં અભિનંદન ચા પીતા પીતા ઘણી વાતો કરી રહ્યા છે.
 
 
 
બીજી બાજુ ચેન્નઈમાં મીડિયા અભિનંદનના પરિવાર સુધી પહોંચી ગયું છે. ધી હિન્દુના પત્રકાર રોહિત ટીકેએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે મે અભિનંદનના પરિવાર સાથે વાત કરી છે. આ ટ્વીટ પ્રમાણે અભિનંદનના પરિવારે માંગ કરી છે કે તેમને ઝડપથી ભારતમાં લાવવામાં આવે. પત્રકાર રોહિતનું કહેવું છે કે મે અભિનંદનના કાકા સાથે વાત કરી છે. તેમનું કહેવું હતું કે મે મીડિયામાં ફૂટેજ જોયા છે. તેમણે સરકરને અભિનંદનને પાછા લાવવા અપીલ પણ કરી છે.
 

 
 
મહત્વની વાત એ છે કે પાકિસ્તાને પણ આપણા વિંગ કમાન્ડર અભિનંદન સાથે એક કમાન્ડરને સાથે કરવું જોઇએ તેવું યોગ્ય વર્તન કર્યું છે. બીજા વિડીયોમાં આ વાતનો ખૂદ અભિનંદને સ્વીકાર કર્યો છે. જેનેવા કન્વેશન મુજબ યુદ્ધમાં પકડાયેલા કેદીઓ સાથે ગેરવર્તન ન કરી શકાય…