@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં ચાંદલાના ૬૧ લાખ શહીદોના પરિવારજનોને અપાશે

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં ચાંદલાના ૬૧ લાખ શહીદોના પરિવારજનોને અપાશે


 

જમ્મુ-કાશ્મીરના પુલવાવામા સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. હુમલાના વિરોધમાં દેશભરમાં જનાક્રોશ ફેલાયો હતો. મોટાભાગના દેશવાસીઓએ કોઈ ને કોઈ રીતે શહીદોના પરિવારને મદદ કરી છે. ત્યારે સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નમાં શહીદ પરિવારોને ૬૧ લાખની મદદ કરી છે. સમૂહલગ્નના ચાંદલામાં આવેલા ૬૧ લાખ રૂપિયા શહીદોના પરિવારને આપી સમાજને નવો રાહ ચીંધ્યો છે. સમૂહલગ્નમાં ૨૬૧ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. સમૂહલગ્નમાં શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રગીત પછી લગ્નવિધિ શરૂ કરાઈ હતી. તાજેતરમાં યોજાયેલા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ૬૦મા સમૂહલગ્નમાં ૨૬૧ યુગલો સહિત ત્યાં હાજર જનમેદનીએ શહીદોને ભાવાંજલિ અર્પણ કરી હતી.