૬૫ લાખની મર્સિડીઝ માટે ૧૯ લાખમાં ૦૦૦૭ નંબર ખરીદ્યો

    ૧૨-માર્ચ-૨૦૧૯
 
 
 
રાજકોટ આરટીઓ દ્વારા કાર સિરીઝ GJ03LBના ઈ-ઓક્શનનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં રાજકોટના ક્ધસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા અને ગણેશભક્ત ગોવિંદભાઈ હંસરાજભાઈ પરસાણાએ ૬૫ લાખની કિંમતની પોતાની વૈભવી કર મર્સિડીઝ જીસીએલ માટે ૦૦૦૭ નંબર રેકોર્ડ બ્રેક ૧૯.૦૧ લાખમાં ખરીદ્યો છે. મૂળ કોઠારિયા ગામના વતની તેમજ જમીન અને ક્ધસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈએ જણાવ્યું કે ૭ નંબરને ગણેશજીનું મસ્તક માનું છું અને શ્રદ્ધાને કોઈ કિંમતથી માપી શકાય નહીં. આરટીઓની એક પ્રથા છે એટલે એ પ્રક્રિયા કરવી પડી.