આ ચીનાઓએ તો ભારે કરી, આડી ઇમારત બાંધી દીધી !

    ૧૨-માર્ચ-૨૦૧૯
 
 
નવીન પ્રયોગોને કારણે ચીન હંમેશા વિશ્ર્વભરમાં છવાયેલું રહે છે. હમણાં જ ચીનના એન્જિનિયરોએ બહુમાળી એવી સૂતેલી આડી બિલ્ડિંગ બનાવી છે. આ ગગનચુંબી ઇમારતને જ બિલ્ડિંગની ઉપર બાંધવામાં આવી છે. જેનું નામ ક્રિસ્ટલ છે. ૨૫૦ મીટર લાંબી આ બિલ્ડિંગની વિશેષતા એ છે કે, તેમાં ૧૪૦૦ રહેણાંક એપાર્ટમેન્ટ છે. લક્ષ્ઝરી હોટલ અને ૧.૬૦ લાખ ચોરસ મીટરની મોટી ઓફિસ જગ્યા પણ છે. આ બિલ્ડિંગના નિર્માણ માટે ૬ મહિનાનો સમય અને ૨૭ હજાર કરોડ ‚પિયા ખર્ચાયા છે.