@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ નેધરલેન્ડમાં ક્રાઈમરેટ એટલો ઓછો છે કે હવે જેલો બંધ થઈ રહી છે

નેધરલેન્ડમાં ક્રાઈમરેટ એટલો ઓછો છે કે હવે જેલો બંધ થઈ રહી છે


 
વિશ્ર્વભરમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ તેજીથી વધી રહ્યું છે અને જેલો કેદીઓથી ઊભરાઈ રહી છે. જો કે યુરોપનો એક દેશ એવો છે જ્યાં જેલો ખાલી છે અને કેદીઓ છે જ નહીં. એને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જેલો બંધ થઈ રહી છે. આ દેશ છે નેધરલેન્ડ્સ. અહીં અપરાધો એટલા ઘટી ગયા છે કે જેલો બંધ કરવી પડી છે. જેલના વ્યવસ્થાપનમાં કામ કરતા લગભગ બે હજાર લોકો બેકાર થઈ ગયા છે. નેધરલેન્ડ્સની કુલ વસ્તી લગભગ ૧.૭૧ કરોડ જેટલી છે. ૨૦૧૬માં અહીં માત્ર ૧૯ કેદી હતા અને ૨૦૧૮માં એક પણ કેદી નહોતો. અહીંની જેલો સૂમસામ પડી છે ત્યારે સ્થાનિક સરકારનું કહેવું છે કે આવનારાં પાંચ વર્ષોમાં ગુનાખોરીમાં ૦.૯ ટકા જેટલો ઘટાડો થશે અને જેલ બંધ કરી દેવામાં આવશે. નેધરલેન્ડ્સ સૌથી સુરક્ષિત દેશોમાંનો એક છે. જેલો બંધ થવાથી બે હજારથી વધુ લોકોની નોકરી ખતરામાં છે. ૭૦૦ લોકોને બીજા વિભાગમાં ખસેડવામાં આવ્યા છે અને બાકીના ૧૩૦૦ માટે નવી નોકરીની તલાશ શરૂ થઈ છે. નેધરલેન્ડ્સમાં ઇલેક્ટ્રોનિક એન્કલ મોનિટરિંગ સિસ્ટમ છે જે કેદીઓને પહેરાવીને તેમને સીમાની અંદર જ રહેવાનો નિર્દેશ અપાય છે. આ કેદી ઘરમાં બંધક રહે છે. જો તે બહાર નીકળે તો એનું લોકેશન ટ્રેસ થઈ શકે છે અને તરત જ રેડિયો ફ્રિકવન્સી સિગ્નલ દ્વારા પોલીસને એની સૂચના મળી જાય છે.