આ અંબાજી મંદિરને પાક સૈનિકોએ પોતાની છાવણી બનાવ્યું છે

    ૧૨-માર્ચ-૨૦૧૯
 
 
 
પાકિસ્તાન-ગુજરાત સરહદ પર આવેલ સફેદ રંગનું નાનકડું મંદિર હાલ સરહદનાં ગામોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બનાસકાંઠાના સુઈ ગામ પાસે આવેલા નાડાબેટ પાસેના જલોયાગામથી આ મંદિર સ્પષ્ટ જોઈ શકાય છે. બીએસએફના જવાનો મુજબ પાકિસ્તાનમાં આવેલા બોડેસર ગામની કરુજહાર પહાડીઓની ટોચે આ મંદિર આવેલું છે, જેને પાક. રેન્જર્સોએ પોતાની છાવણી બનાવી છે. સ્થાનિક લોકોના મતે એ મંદિર અંબાજી માતાનું છે.
 
૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાં નગરપારકરમાં રહેતા જલોયાના એક રહેવાસીએ કહ્યું છે કે, ત્યાં હિન્દુઓની વસ્તી સારી એવી હોવાથી માતા રાણી ભાતિપાણી સરયા માતાજી મંદિર, જૂનું જૈન દેરાસર અને લાખણ ભારતી આશ્રમ સહિતનાં ઘણા પ્રાચીન ધર્મસ્થાનો આવેલાં છે. અંબાજી માતાનું સફેદ મંદિર પણ આમાંનું એક હતું, પણ હાલ પાકિસ્તાની રેન્જર્સે ત્યાં કબજો જમાવ્યો છે. જો કે આજે પણ ત્યાં અનેક હિન્દુઓ દર્શનાર્થે આવે છે.