તમારી આસપાસ આચારસંહિતાનો ભંગ થતો હોય તો આ એપ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરો

14 Mar 2019 17:14:08

 

ચૂંટણી પંચની ડિજિટલ સેના તૈયાર થઈ ગઈ છે…

૧૦૦ મિનિટમાં થશે કાર્યવાહી

 
ચૂંટણી પંચે સોશિયલ મીડિયાના માધ્યમ થકી “ડિજિટલ ખુફિયા સેના” નો વિસ્તાર કરવાનું કામ તેજગતિ ચાલુ કરી દીધું છે. પંચે “સી-વિજિલ” નામની મોબાઇલ એપ્લિકેશન લોંચ કરી છે. હવે જાગૃત નાગરિકો આ એપ ડાઉનલોડ કરે તે માટેના પ્રયાસો પણ પંચ દ્વારા શરૂ કરવામાં આયા છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ એપના માધ્યમથી નાગરિકો કે ઉપયોગકર્તા કોઇ જગ્યાએ આચારસંહિતાનો ભંગ થતો હોય કે અન્ય ચૂંટણી સંદર્ભે ગેરનીતિ થતી હોય તો તેની માહિતી કે વીડિયો ચૂંટણી પંચેને મોકલી શકશે. અને માહીતી મોકલ્યાના ૧૦૦ મિનિટમાં યોગ્ય કાર્યવાહી પણ કરવાની વાત ચૂંટણી પંચે કરી છે.
પંજાબ અને ઉત્તર ભારતમાં મોબાઇલની સંખ્યા વધારે હોવાથી પંચે અહીંથી જ આ સંદર્ભે ઝુંબેશ શરૂ કરી દીધી છે. હમણા જ ૧૩ માર્ચના રોજ પંજાબ ચૂંટણી પંચના કાર્યાલય પર બેઠક યોજાઈ હતી. જેમાં આ એપ વિષે વિગતે વાત કરવામાં આવઈ હતી. પંચ આ એપને ગેમ ચેન્જર ગણી રહી છે. આ એપને ડાઉનલોડ કરીને જ નાગરિક ચૂંટણી પંચ સાથે જોડાઈ શકશે.

 
હમણાં પાંચ રાજ્યોમાં થયો હતો cVIGIL app નો ઉપયોગ

 
મહત્વની વાત એ છે કે આ સી-વિજિલ મોબાઈલ એપનો ઉપયોગ પંચે આ પહેલા વર્ષ ૨૦૧૮માં યોજાયેલ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા, મિજોરમની વિધાનસભાની ચૂંટણીમાં કર્યો હતો. આ દરમિયાન આ એપ દ્વારા પંચને ૨૮ હજાર જેટલી ફરિયાદો મળી હતી. જેના પણ પંચ દ્વારા તરત કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
 

 
 

Smartphone થી ગમે ત્યાંથી નોંધાવો ફરિયાદ

 
મીડિયાના કેટલાક અહેવાલોનું સાચું માનીએ તો આ ફરિયાદોમાંથી ૭૫ ટકા ફરિયાદો યોગ્ય હતી. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી ચૂંટણીમાં આ સંદર્ભની ફરિયાદ માત્ર લેખિત અને રૂબરૂમાં જ થઈ શકતી જેના કારણે સામન્ય પણે નાગરિક આવી પ્રક્રિયામાં પડતો નહી પણ હવે કોઇ પણ નાગરિક પોતાના સ્માર્ટ ફોન દ્વારા ડાયરેક્ટ ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં હવે નાગરિક આવું સરળતાથી કરી શકે છે.
 

ગુજરાત સ્માર્ટ ફોન રાખવામાં સૌથી આગળ છે

 
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટીઆરએઆઈ - ટ્રાઈ)ના ગયા વર્ષના ડેટા મુજબ દેશમાં કુલ ૧૨૦ કરોડ મોબાઈલ યુઝર્સ છે. જેમાંથી ૫૪ ટકા લોકો તેમાં નેટનો ઉપયોગ કરે છે. સાઈબર મીડિયા રિસર્ચના ડેટા પ્રમાણે જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં દેશમાં કેરલમાં સૌથી વધુ સ્માર્ટ ફોન ઉપયોગ કર્તા છે. જેમાં બીજા સ્થાને ગુજરાત અને ત્રીજા સ્થાને પંજાબ આવે છે.
આ સંદાર્ભે પંચના અધિકારીઓને લાગે છે કે આ એપથી આચાર સંહિતાનો ભંગ ઓછો થશે અને સામાન્ય લોકો પણ આ લોકશાહીના મોટા પર્વ સમાન ચૂંટણીમાં પોતાનો સહયોગ આપી શકશે.
 

 
જુવો વીડિયો.................. 

 
 
Powered By Sangraha 9.0