બુલ્ગારિય : પોલીસે પ્રદર્શનકારીઓ પર મરચાના પાણીનો છંટકાવ કર્યો પણ તે પડ્યો પોલીસની જ આંખ

    ૧૯-માર્ચ-૨૦૧૯

 

પોલીસે મરચાનું પાણી છાંટ્યુ અને પડ્યું પોલીસના જ આંખમાં!! 

 
અપની હી તોપ સે શહીદ હુએ સેનાપતિ….આ વાક્ય તો તમે સાંભળ્યું હશે. આવું દુનિયામાં બનતું હોય છે. આજે બુલ્ગારિયામાં પણ આવું જ કંઇક થયું. બુલ્ગારિયાની રાજધાની સોફિયામાં પોલીસ જોડે જે કંઇ પણ થયું તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
 
આ દિવસ બુલ્ગારિયાની પોલીસ માટે પડકાર જનક રહ્યો. પોતાના જ હથિયાર વડે પોતાના જ સાથીઓ ઘાયલ થયા. આ હથિયારનું નામ છે. પેપર સ્પ્રે એટલે કે મરચાના પાણીનો છટાકાવ…
 
 
 
 
બુલ્ગેરિયાની રાજધાની સોફિયામાં કેટલાક પ્રદર્શનકારીઓ એ સંસદ સુધી જતા રસ્તાઓ બંધ કજી દીધા હતા. અહેવાલો એવું કહે છે કે આ લોકો અહી ચૂંટણી ટૂંક સમયમાં યોજાય તેવી માંગ કરી રહ્યા હતા અને તે માટે રસ્તા પર ઉતરી રસ્તા જામ કરી દીધા હતા. આવું થયું એટલે પોલીસનું કામ વધી ગયું. પોલીસ જરૂરી સાધનો લઈને તરત આ જામ થયેલા રાસ્તાઓ ખોલવા પહોંચી પણ ખરી. પહેલા આ પ્રદર્શન કારીઓને જગ્યા ખાલી કરવા પોલીસે વિનંતી કરી, વિનંતીથી કામ ન ચાલ્યુ તો પોલીસે પાણીનો બળ પ્રયોગ કર્યો અને પાણીથી કામ ન ચાલ્યું તો આ મરચાના પાણીની એટલે પેપર સ્પ્રેની મદદ લેવામાં આવી.
 
પણ અહીં પોલીસની ચાલ ઉલટી પડી ગઈ. થયું એવું કે પોલીસ જે દીશામાં ઉભી હતી હવા પણ તે દીશા તરફની જ હતી. માટે પોલીસની ટીમે પ્રદર્શનકારીઓ પર સ્પ્રે છાંટ્યો તો વિપરીત હવાને કારણે તે સ્પ્રે પોલીસ જવાનોની આંખમાં જ પડ્યો. આથી લડતા લડતા આ જવાનો પોતાની જ આંખ ચોળવા મડ્યા.
 
આ પછી પોલીસે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ ઘટનામાં કોઇ ગંભીર રીતે ઘાયલ થયું નથી. પણ સોશિયલ મીડિયા પર લોકો મજા લઈ રહ્યા છે. ટ્વીટર પર એક ભાઈ ટીખળ કરતા લખે છે કે બીજી વખત પ્રદર્શનકારીઓએ હવાની દિશા જોઇ રસ્તા જામ કરવા જોઇએ. અન્યએ લખ્યું પોલીસે પણ હવે હવાની દિશાનું ધ્યાન રાખવું જોઇએ…