ટ્વિટર પર ભીખ માંગી કમાય છે ૫ લાખ રૂપિયા

    ૦૬-માર્ચ-૨૦૧૯

રસ્તા પર ભીખ માંગીને લાખો કમાનારા ભિખારીઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ દુનિયામાં એક ભિખારી એવો છે જે ટ્વિટર પર ભીખ માંગી લાખો રૂપિયા કમાઈ લે છે. આ યુવકનું નામ જોવ હિલ છે અને તે ન્યૂયોર્કમાં રહે છે. ઓનલાઈન ભીખ માંગી મહિને ૫ લાખ રૂપિયા કમાતા આ ભાઈના ટ્વિટર પર એક લાખ દસ હજાર ફોલોઅર્સ છે. તે કહે છે કે, તેનું ટ્વિટ એકદમ મનોરંજક હોય છે, જેનાથી ફોલોઅર્સ તેને ખુશ થઈ પૈસા આપે છે. આલિશાન જિંદગી જીવતા આ ભાઈની જીવનશૈલી જોઈ ભલભલા લોકો ચક્કર ખાઈ જાય છે.