ચીનના વિદ્યાર્થીએ હોમવર્ક માટે રાખ્યો રોબોટ

    ૦૬-માર્ચ-૨૦૧૯
 
 
 
 
હોમવર્ક એવું કામ છે જે કરવું દરેક બાળક માટે માથાનો દુખાવો છે. ચીનમાં એક વિદ્યાર્થીએ પોતાના લુનાર ન્યુ યરના ગિફ્ટના પૈસા બચાવીને પોતાના માટે એવો રોબોટ ખરીદ્યો છે, જે રોજ તેનું હોમવર્ક કરી શકે, રોબોટ તેના અક્ષરોની નકલ કરી શકે છે. પુસ્તકમાંથી કોઈ પેરેગ્રાફ લખવાનો હોય કે નિબંધ લખવાનો હોય. રોબટ બધાં જ કામ ફટાફટ કરી દે છે. રોબોટ એટલું જલદી કામ કરી દે છે કે વિદ્યાર્થીની મા પણ હેરાન રહેતી હતી, કારણ કે તેને રોબોટ વિશેની માહિતીની ખબર જ ન હતી.