@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ધારા ૩૭૦ રાષ્ટ્ર માટે અવરોધક છે તેને હટાવવી જોઇએ- જગ્ગી વાસુદેવ

ધારા ૩૭૦ રાષ્ટ્ર માટે અવરોધક છે તેને હટાવવી જોઇએ- જગ્ગી વાસુદેવ


 
 
દેશમાં એક અવઢવ છે કે કઈ જમીન ભારત છે અને કઈ જમીન ભારતની નથી. આનું સમધાન લાવવું પડશે. નહી લાવો તો આ ઝઘડા હંમેશાં ચાલતા રહેશે. બન્ને તરફ કેટલું જાન માલનું નુકશાન થયું છે. તમે આવું ક્યાં સુધી કરાવા માંગો છો? આપણે નક્કી કરવું પડશે. તમારામાં નિર્ણય લેવાની હિંમત હોવી જોઇએ. જો તમે રાષ્ટ્રને સંગઠિત કરી શકતા નથી તો આ સમસ્યા દૂર નહી થાય. નવી પીઢી પણ અવઢવમાં છે. શું તેમનો આ રાષ્ટ્ર સાથે સંબંધ છે કે સંબંધ નથી? કેમ કે વિભિન્ન લોકો વિભિન્ન રીતે પ્રચાર કરી રહ્યા છે. એટલે રાષ્ટ્રને સંગઠિત કરવાના માર્ગ પર કંઇ પણ આવે તેને દૂર કરી દેવું જોઇએ.
 
મારા માનવા મુજબ ધારા ૩૭૦ આ રાષ્ટ્રને સંગઠિત કરવાના અવરોધમાં આવતી વસ્તુઓમાંની એક છે. જે આબાદીને ભ્રમિત કરી રહી છે. તેમને એ ખબર નથી કે તે ક્યાંના છે?
 

સાંભળો  #sadhguru ને.....