હાર્દિક પટેલ સુરેન્દ્ર નગરમાં ભાષણ આપી રહ્યો હતો એક વ્યક્તિએ તેને થપ્પડ મારી દીધો

    ૧૯-એપ્રિલ-૨૦૧૯

વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે મારામારી થઈ છે. આ સભામાં જ્યારે હાર્દિક ભાષણ આપી રહ્યો હતો ત્યારે અચાનક એક માણસ મંચ પર આવીને હાર્દિકને થપ્પડ મારી દે છે. જો કે બાદમાં સ્થાનિકો અને ત્યાં હાજર લોકોએ થપ્પડ મારનાર ખૂબ માર માર્યો હતો અને તેને પોલીસના હવાલે કરી દીધો હતો.


 
 
કોણ છે આ લાફો મારનાર વ્યક્તિ
તેનું નામ તરૂણ ગજ્જર છે એવું સામે આવ્યું છે. તે કડીના જેસલપુરમાં રહે છે. આ વ્યક્તિએ આ હુમલો કેમ કર્યો તેની જાણકારી મળી નથી પણ આ ઘટના પછી હાર્દિકે ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભાજપ મારા પર હુમલો કરાવે છે, મને પ્રચાર કરતા રોકવા માંગે છે. આ એક ષડયંત્ર છે.