સની દેઓલ સત્તાવાર રીતે આજે ભાજપમાં જોડાઈ ગયા છે…વાંચો શું કહ્યું સની દેઓલે?

    ૨૩-એપ્રિલ-૨૦૧૯

 
૨૩ એપ્રિલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન ચાલુ છે ત્યાં દિલ્લીથી એક સમાચાર આવ્યા છે કે ફિલ્મોમાં એકલા હાથે પાકિસ્તાનને હચમચાવી નાખનાર સની દેઓલ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. આમ પણ ભાજપ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આ વખતે ચૂંટણી લડી રહી છે ત્યારે સની દેઓલની છાપ તેને ફાયદો કરાવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજય સની દેઓલને ગુરદાસપુરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.
 
 
 
સુરક્ષા મંત્રી નિર્મલા સીતારમન અને મંત્રી પીયુષ ગોયલની ઉપસ્થિતિમાં સની દેઓલ ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા સની દેઓલે જણાવ્યું હતું કે,
 
"જે રીતે મને આપે રજૂ કર્યો છે તે જોઇને મારી હિમ્મત ઓર વધી ગઈ છે. મારા પપ્પા જે રીતે અટલજી સાથે જોડાયા હતા એ રીતે આજે હું અહી નરેન્દ્ર મોદી સાથે જોડાવા આવ્યો છું. તેમણે આ દેશ માટે ઘણું કર્યું છે. હુ ઇચ્છુ છું કે આગમી પાંચ વર્ષ તેઓ જ વડાપ્રધાન રહે. તેમની દેશને જરૂર છે. હું આ પરિવાર સાથે જોડાયો છું, માટે જે પણ તેમના માટે કરી શકીશ તે દિલથી કરીશ…"