નરેન્દ્ર મોદીને અલાદિનનો ચિરાગ મળી જાય તો તેઓ પહેલા તેની સાથે આ કામ કરાવશે!

    ૨૪-એપ્રિલ-૨૦૧૯ 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બોલિવૂડના સુપરસ્ટાર ખેલાડી અક્ષયકુમારે કરેલું એક ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયું છે ચે હવે મીડિયામાં પણ તેની નોંધ લેવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણીના માહોલમાં આ મુલાકાતમાં એક પણ રાજનીતિની વાત ન થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વતો થઈ. અને ખૂબ ખૂલીને વડાપ્રધાને જવાબ આપ્યા. ૧ કલાક ૯ મિનિટના આ ઇન્ટરવ્યુંમાં નોન પોલિટિકલ વાતો થઈ. જે દરેક ભારતીયને ગમે તેવી છે…આ મુલાકાતમાં અક્ષય કુમારે અનેક મજેદાર અને હળવા પ્રશ્ન પૂછ્યા જેના જાવાબો પણ નરેન્દ્ર મોદીએ આપ્યા…

આમાનો એક પ્રશ્ન હતો કે જો નરેન્દ્ર મોદીને અલાદિનનો ચિરાગ મળી જાય તો તેની સાથે મોદી કયા કામ કરાવે?

જેના જવાબમાં વડાપ્રધાને કહ્યું કે

 
"જો મને અલાદિનનો ચિરાગ મળી જાય તો હું તેને કહીંશ કે સમાજમાં જેટલા પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણવિદો છે તેના મગજમાં એ ભરી દો કે આવનારા સમયમાં નવી પેઢીને તેઓ અલાદિનના ચિરાગ વાળી થીયરી ભણાવવાની બંધ કરી દે અને તેમને મહેનત કરવાની પ્રેરણા આપે, શિક્ષણ આપે….."
 

સાંભળો....