વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાને કેટલા પૈસા મોકલે છે?

    ૨૪-એપ્રિલ-૨૦૧૯ 

અક્ષય કુમારે જ્યારે વડાપ્રધાનને પ્રશ્ન પુછ્યો કે શું તમે દર મહિને તમારી માતાને તમારા પગારમાંથી થોડા પૈસા મોકલો છો? તો જવાબમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું માતાને પૈસા મોકલતો નથી પણ માતાજી જ મને પૈસા મોકલે છે. જ્યારે પણ હું તેમને મળું છું તો સવા રૂપિયો મને આપે જ છે. તેઓ અમારી પાસેથી આવી કોઇ અપેક્ષા પણ નથી રાખતી. તેમને એવી જરૂર પણ નથી.

વડાપ્રધાને જણાવ્યું કે મારા પરિવારનો કોઇ પણ ખર્ચ સરકાર પર હોતો નથી. અમે અમારો ખર્ચ અમારામાંથી જ કરીએ છીએ. આનો મતલબ એવો નથી કે માતા પ્રત્યે લગાવ નથી. પણ જીવન જ એવું બની ગયું છે. આ બધું સહજ છે.