તો આ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાંડા પર ઘડિયાળ ઊંધી રાખે છે!

    ૨૫-એપ્રિલ-૨૦૧૯ 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બોલિવૂડના સુપરસ્ટાર ખેલાડી અક્ષયકુમારે કરેલું એક ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયું છે. મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણીના માહોલમાં મુલાકાતમાં એક પણ રાજનીતિની વાત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વતો થઈ. આ વાતો દરમિયાન અક્ષય કુમારે પુછ્યું કે તમે ઘડિયાળ ઊંધી કેમ પહેરો છો? તો તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે,

ઘડિયાળ હું આવી રીતે જ પહેરું છું કેમ કે મારે મીટિંગોમાં બેસવાનું હોય છે. એટલે મીટિંગ દરમિયાન હું ઘડિયાળમાં સમય જોવું તે યોગ્ય ન કહેવાય. હું નથી ઇચ્છતો કે હું ઘડિયાળમાં સમય જોવ છું તે કોઇને ખબર પડે. જો હું સમય જોવું તો સામેવાળાનું ઇન્સલ્ટ થાય છે તેવું તેને લાગે. તો હું તેમના સમ્માન માટે હંમેશાં જાગૃત રહું છું. માટે આવી રીતે ઘડિયાળ પહેરું છું….