સંટ્ટોડિયા મૂંઝવણમાં- સટ્ટો લગાવવો કોના પર? આઈપીએલ કે ચૂંટણી પર!!

    ૦૩-એપ્રિલ-૨૦૧૯

 
 
જોગાનું જોગ તો જુવો, યુવાનોની લોકપ્રિય આઈપીએલની મેચોનું આયોજન અને દેશ માટે ચર્ચામાં લોકપ્રિય લોકસભાની ચૂંટણીનું આયોજન એક સાથે જ થયું છે. હાલ ચૂંટણી અને ક્રિકેટ મેચ, બન્નેનો માહોલ જામ્યો છે. આમાં સંટ્ટોડિયાઓ મૂંઝવણમાં મૂકાયા છે. એમના માટે આ કમાવાની સિઝન છે. પણ મૂંઝવણ એટલા માટે છે કે એક સાથે બે – બે ઇવેન્ટ તેમની સામે આવી ગઇ છે. હવે આ સંટ્ટોડિયા જ નક્કી નથી કરી શકતા કે તેમના માટે ફાયદાનો ધંધો કયો સાબિત થશે. તેઓ મૂંઝવણમાં છે કે સટ્ટો રમે તો ક્યાં? આઈપીએલમાં કે ચૂંટણીમાં…?
 
જો કે વડોદરાથી એક સમાચાર આવ્યા છે તેનાથી એકવાતની ખબર પડી ગઈ છે કે સટ્ટોડિઓએ પહેલા આઇપીએલમાં સટ્ટો રમવાનું મન બનાવી દીધું છે. એવું એટલા માટે કહી શકાય કે હમણાં જ વડોદરાના અલકાપુરી વિસ્તારના શગુન એક્સોટિકા ખાતે કાફે સ્ટોક એકસ્ચેન્જના આડમાં આઈપીએલની મેચો ઉપર ઓનલાઇન સટ્ટો રમાડવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો . જે માં મુખ્ય સૂત્રધાર તરીકે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને બરોડાની રણજી ટીમમાંથી ફર્સ્ટ ક્લાસ રમી ચૂકેલા તુષાર અરોઠે અને તેમના ભાગીદાર હેમાંગ પટેલની સ્થળ ઉપરથી જ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે કાફેમાં બેસીને ક્રિકેટ ફાસ્ટ લાઇવ લાઇન,ક્રિકેટ લાઇન ગુરુ, ક્રિક લાઇન ઉપર ઓન લાઇન સટ્ટો રમતાં ૧૭ કોલેજિયન યુવકોને ઝડપી પાડયાં હતા.
 
આ તો પોલીસ છે, મજાક થોડી છે. તમે ચિંતા કર્યા વગર  ગમે ત્યાં જુગાર રમવા લાગો?  એવું થોડું ચાલે. પોલીસ નામની કોઇ ચીજ પણ છે. ભૂલી ગયા હશો તો તમને યાદ અપાવશે કે પોલીસ કોને કહેવાય? માટે જો ચૂંટણીમાં સંટ્ટો સરમાવાનું વિચારતા હો તો સાવધાન...આ પબ્લિકની પોલીસ છે...સબ જાનતી હૈ.....