હું લોકોની ઇચ્છાનો અનાદર શી રીતે કરી શકું માટે લોકોના ૨૦૦૦ કરોડ મૂર્તિઓ પાછળ ખર્ચી નાખ્ય! માયાવતી

    ૦૩-એપ્રિલ-૨૦૧૯

 
 
બસપા પ્રમુખ માયાવતીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટમાં એવો દાવો કર્યો હતેા કે ઉત્તર પ્રદેશમાં હાથીઓની મૂર્તિ સ્થાપવાનો નિર્ણય મારો નહોતો. એ તો લોકોની ઇચ્છા હતી. હું લોકોની ઇચ્છાનો અનાદર શી રીતે કરી શકું. માયાવતી મુખ્ય પ્રધાન હતાં ત્યારે હાથીઓની મૂર્તિઓ સ્થાપવા પાછળ પ્રજાના કરોડો રૂપિયા વેડફાયા હતા. એવા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટે માયાવતી પાસે ખુલાસો માગ્યો હતો. માયાવતીએ આજે સુપ્રીમમાં રજૂ કરેલી એફિડેવિટમાં એવો દાવો કર્યો હતો કે આ નિર્ણય સમગ્ર વિધાનસભાનો હતો.
 
માટે આ તો લોકોની ઇચ્છા હતી માટે મારી મૂર્તિઓ લગાવી. હવે મૂર્તિઓ લોકોની ઇચ્છાથી બની છે તો પૈસા પણ લોકોના જ હોવાના ને! માયાજીએ હાથ ઊંચા કરી કહી દીધુ છે કે ૨૦૦૦ કરોડ રૂપિયા હું નહી આપુ….!
 
કંઇ વાંધો નહી તમે પ્રજાના પૈસા નહી આપો તો હવે પ્રજા પણ તેમની કીમતી વસ્તું ચૂંટણીમાં તમને નહી આપે!
બોલો આપશો?