Tik Tok પર ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશમાં પ્રતિબંધ છે, શું ભારતમાં આવું થશે? મદ્રાસ હાઈકોર્ટે આવું જ કહ્યું છે

    ૦૪-એપ્રિલ-૨૦૧૯

TikTok App પર પ્રતિબંઘ??

જંગલમાં આગ જેટલી ઝડપથી નથી ફેલાતી તેના કરતા વધુ ઝડપે યુવાનોમાં ટીકટોક નામની એપ્લીકેસન વાઈરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટીવ દરેક યુવાન માટે ટીકટોક શબ્દ કે એપ નવી વાત નથી. પણ આ એપની ખરાબ વાતો પણ સામે અવી રહી છે અને અનેક દેશોમાં આ એપ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટની મદુરે મેંચએ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તે ટીક ટોક નામના આ એપનું ડાઉનલોડિંગ પર પ્રતિબંધ લગાવે. ઉપરાંત એ નિર્દેશ પણ આપ્યો છે કે મીડિયા પણ અહીં બનેલા વીડિયોનું પ્રસારણ ન કરે. ટિકટોક પર અશ્લીલ સામગ્રી મૂકાઈ રહી છે જે બાળકો માટે હાનિકારક છે. ઉલ્લેખનીય છે કે કોર્ટનો આ આદેશ તમિલનાડુના સૂચના અને પ્રસારણ મંત્રી મણિનંદન એ વકતવ્ય પછી આવ્યો છે જે તેમણે બે મહિના પહેલા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ એપ યુવાનોને અને બાળકોને ગુમરાહ કરે છે.

 
ભારતીય સંસ્કૃતિ માટે નુકસાનકારક

 
આ એપ પર પ્રતિબંધ લગાવવાની માંગ થઈ હતી. એક જાહેર હિતની અરજી પણ કોર્ટમાં થઈ હતી. જેની સુનવણીમાં જસ્ટિસ કિરૂબાકરણ અને એસ.એસ.સુંદરની બેંચે આ આદેશ જાહેર કર્યો છે. આ અરજીમાં કહેવાયું હતું કે આ એપ ભારતીય સંસ્કૃતિ માટે નુકસાનકારક છે. બીજી વાત એ કે આ ચાઈનીઝ એપ છે. ભારતમાં તેના ૧૦.૪ કરોડ ઉપયોગકર્તા છે. સવાલ એ છે કે Tik Tok પર ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશમાં પ્રતિબંધ છે, પણ શું ભારતમાં આવું થશે?
 

શું અમેરિકા જેવો કાયદો ન બનાવી શકાય?

 
અમેરિકામાં ચિલ્ડ્રન ઓનલાઈન પ્રાઈવેસી પ્રોટેક્શન એક્ટના માધ્યમથી બાળકોને સાઇબર ક્રાઈમથી બચાવવામાં આવી રહ્યા છે. કોર્ટે પણ કહ્યું છે કે આવા કાયદા ભારતમાં પણ હોવા જરૂરી છે.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા પણ ટીકટોકનો વિરોધ

 
આવી જ રીતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા પણ ટીકટોકનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આ ટીકટોક નામની સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે દરેક ભારતીયોની એ જવાબદારી છે કે કોઈ એવા દેશ કે વ્યક્તિને થનાર ઈકોનોમીકોલી ફાયદો રોકવો જોઈએ જે ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ આતંકવાદ સમર્થન હોય.

TikTok ચાઈનીઝ વિડીયો એપ

 
તમને જણાવી દઈએ કે ટીકટોક ચાઈનીઝ વિડીયો એપ છે જેણે ભારતમાં ઘૂષણખોરી કરી છે. ટીકટોક જેવી ૨૦ જેટલી ચાઈનીંઝ એપ્સ ભારતમાં ઘુસી આપણા મહત્વના ડેટાની ચોરી કરે છે અને ભારત વિરુદ્ધ તેનો ઉપયોગ કરે છે.
ભારત સરકારે હમણાં જ ડેટા પ્રોટેકશન અને પ્રાઈવસી માટે એક ડ્રાફટ તૈયાર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ કન્ટેન્ટ ખૂબ સરળતાથી મૂકી શકાતું હોય તેવા અપ્સને વધારે સાણસામાં લેવાની વાત કરી છે. આ ડ્રાફટની અસર કેટલાક ચાઈનીંસ એપ્સ પર નકકી પડવાની.

ટીકટોક એપ વિશે

 
ટીકટોક એપ વિશે વાત કરીએ તો અહી ૧૫ સેકન્ડનો વીડિયો બનાવવાની પરવાનગી આપવામાં આવે છે. વિડીયોમાં નિર્દોષથી માંડી ખુલ્લેઆમ બિભત્સ કન્ટેન્ટ યુઝર્સ પોસ્ટ કરે છે. વર્તમાન સમયમાં સૌથી વધુ જે એપ્સ ડાઉનલોડ થાય છે તેમાં ટીકટોકનું નામ પણ છે. પ્લે સ્ટોર પર આ એપ્સને ૧૦ કરોડ કરતા વધુ વાર ડાઉનલોડ કરાયુ છે. દુનિયામાં ૮૦ કરોડ વાર ડાઉનલોડ થયં છે. ભારતમાં આ એપના લગભગ ૨૦ કરોડ અક્ટીવ યૂઝર્સ છે.