એક જ ફ્લાઇટમાં મા-દીકરીએ એકસાથે પાયલટ બનીને ઇતિહાસ સર્જ્યો

    ૦૫-એપ્રિલ-૨૦૧૯


 
લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ડેલ્ટા ફ્લાઇટના યાત્રીઓ જાણીને નવાઈ પામી ગયા કે એક પરિવારના પાયલટ ટીમ સાથે ટેક ઓફ કરી રહ્યા છે. ફ્લાઇટ લોસ એન્જલસથી એટલાન્ટા માટે ઉડાન કરી રહી હતી. એટલાન્ટા - બાઉન્ડ ડેલ્ટા બોઈંગ ૭૫૭ ફ્લાઇટમાં પાયલટની સીટ પર બેકેલી મા અને દીકરીની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. તે બંને ફ્લાઇટની ક્રૂ મેમ્બર છે. ફ્લાઇટમાં મા કેપ્ટનનું પદ સંભાળી રહી છે જેમનું નામ વેંડી રેકશન છે જ્યારે તેમની દીકરી ફર્સ્ટ ઓફિસરના પદ પર છે.