૬ એપ્રિલ, ૧૯૮૦ : ભાજપના ૪૦માં સ્થાપના દિન નિમિત્તે... ભારતીય જનસંઘથી ભાજપા સુધીની વિકાસગાથા

    ૦૫-એપ્રિલ-૨૦૧૯


 

૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૮૦ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. ભાજપાની સ્થાપનાના મૂળમાં ભારતીય જનસંઘ છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં મુખ્ય ચાર રાજકીય પક્ષો હતા, જેમાં પ્રથમ મુખ્ય ત્રણ પક્ષો અનુક્રમે કોંગ્રેસ, સમાજવાદી અને સામ્યવાદી હતા. પરંતુ પૈકી કોઈપણ પક્ષ વિશુદ્ધ રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવતો નહોતો. તેવા સમયે "ભારતીય જનસંઘ રાષ્ટ્રીય વિચારોના ચિંતન સાથે રાજનીતિ ક્ષેત્રે પ્રવેશ્યો. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, પ્રો. બલરાજ મધોક, પં. દીનદયાલ ઉપાધ્યાય, શ્રી અટલ બિહારી વાજપેયી જેવા સમર્થ રાજપુરુષોના નેતૃત્વમાં ભારતીય જનસંઘ રાષ્ટ્રીયતાના બીજમાંથી વટવૃક્ષ બની વિકસ્યો. ભારતીય જનસંઘની સ્થાપના અને વિકાસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત પ્રચારકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આવા વાતાવરણમાં ભારતીય જનસંઘનો વિકાસ થયો. ૧૯૫૨ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકોથી પ્રારંભ કરી, ૨૦૧૪માં ૨૮૨ બેઠકો સુધી પહોંચનાર ભાજપની વિકાસગાથા અહીં પ્રસ્તુત છે...

ભારતીય જનસંઘની સ્થાપનાની જરૂરિયાત શા માટે ઊભી થઈ ? તે જાણવા માટે સ્વતંત્ર ભારતનો ઇતિહાસ જાણી તેનું વિવેચન કરવું આવશ્યક છે. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો અને ૧૯૫૦માં ભારતનું બંધારણ ઘડાયું. ભારતની પહેલી લોકસભા ચૂંટણી ૧૯૫૨માં થઈ. રાષ્ટ્રજીવનનાં તમામ ક્ષેત્રોમાં નવનિર્માણ ચાલી રહ્યું હતું પરંતુ કેટલાંક ક્ષેત્રોમાં યોગ્ય વાતાવરણ નહોતું. ચૂંટણી પણ ખૂબ વિચિત્ર હતી. એક એક વિધાનસભા ઇલેક્શન માટે ત્રણ-ત્રણ અઠવાડિયાં લાગતાં. દરરોજ પાંચ પોલિંગ સ્ટેશનની ચૂંટણી થતી અને તે પછીના દિવસે રજા રહેતી. બેલેટ પેપર કરન્સી નોટ જેવા ચમકદાર અને આકર્ષક રહેતાં. તેના ઉપર અશોક ચક્રનું નિશાન પણ રહેતું. મતદાન સમયે દરેક ઉમેદવારનો એક સ્વતંત્ર ડબ્બો (બૉક્સ) રહેતો હતો. મતદાતાઓએ ડબ્બામાં પોતાનો મત આપવાનો રહેતો. ઘણા દિવસો સુધી પ્રક્રિયા ચાલતી. ધીમે ધીમે પ્રક્રિયાની ખામીઓ ધ્યાનમાં આવતાં યથાસંભવ પરિવર્તનો થયાં. બધા વચ્ચે ૨૧ ઑક્ટોબર, ૧૯૫૧ને દિવસે ભારતીય જનસંઘની સ્થાપના થઈ. સમયના રાજકીય પરિવેશમાં ભારતીય જનસંઘની સ્થાપના કરવાની ‚રિયાત કેમ ઊભી થઈ ? તેનો ઇતિહાસ અત્યંત રોચક અને જાણવા જેવો છે. પં. નહેરુજીના પ્રથમ મંત્રીમંડળમાં પંડિતજીએ મહાત્મા ગાંધીજીની સલાહ પર અલગ-અલગ પ્રતિભા ધરાવતા લોકોને પણ, કોંગ્રેસમાં હોવા છતાં મંત્રીપરિષદમાં સહભાગી કર્યા હતા. એમાં મુખ્યત્વે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર પણ હતા. સરકાર પોતાની આગવી રીતે એક પ્રભાવી તથા પ્રતિભાસમૃદ્ધ લોકોની સરકાર હતી. Government of all talents, સંવિધાન સભામાં આવું અદ્ભુત ટેલેન્ટ હતું. પરંતુ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને પં. નહેરુજી સાથે તીવ્ર મતભેદ હોવાને કારણે તેમણે મંત્રીપરિષદમાંથી રાજીનામું આપી દીધું. તેમનો મતભેદ મુખ્યત્વે નહેરુજીના તત્કાલીન પૂર્વ પાકિસ્તાન તરફના વલણથી હતો. સમયે ડૉ. મુખર્જીએ પીપલ્સ પાર્ટીની સ્થાપના પણ કરી હતી અને પાર્ટીને આગળ જતાં ભારતીય જનસંઘમાં પરિવર્તિત કરવામાં આવી હતી.

ભારતીય જનસંઘની સ્થાપનામાં સંઘના સંસ્કારો...

ભારતીય જનસંઘની સ્થાપના પહેલાં ડૉ. મુખર્જી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પૂ. શ્રી માધવરાવ સદાશિવ ગોળવલકરજી - શ્રી ગુરુજીને મળવા ગયા હતા અને પોતાની નવી પાર્ટીની અવધારણા તથા ઘોષણા-પત્ર તેમની સામે રજૂ કરી, સંઘના આશીર્વાદની અપેક્ષા વ્યક્ત કરી હતી. શ્રી ગુરુજીએ ડૉ. મુખર્જીના નવા રાજકીય પક્ષના ગઠનના પ્રયાસનું સ્વાગત કર્યું તથા તેની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. પરંતુ સાથે સાથે ડૉ. મુખર્જીને બાબતથી પણ અવગત કર્યા કે, સંઘ સ્વયમ્ રાજનીતિમાં નહીં આવી શકે. શ્રી ગુરુજીએ ડૉ. મુખર્જીને કહ્યું કે, ‘અમારા સમર્પિત સ્વયંસેવકોમાંથી કેટલાક કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ નવી રાજકીય પાર્ટીમાં સક્રિય થશે. તેઓ પાર્ટીનું સંગઠન દેશના ખૂણે ખૂણે મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં સહાયરૂપ થશે.’

ત્યારબાદ મુખ્યત્વે પં. દીનદયાળ ઉપાધ્યાય, પ્રો. બલરાજ મધોક, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ, સુંદરસિંહ ભંડારી જેવા સમર્પિત-પ્રચારકો અને કર્મઠ કાર્યકર્તાઓની સાથે સાથે રાજનીતિમાં રુચિ રાખનારા ઓજસ્વી સ્વયંસેવકોને રાજનૈતિક ક્ષેત્રે કાર્યવિસ્તાર હેતુ માટે ભારતીય જનસંઘમાં મોકલવામાં આવ્યા. રીતે અખિલ ભારતીય સ્તર પર રાષ્ટ્રવાદી વિચારો પર દૃઢ વિશ્ર્વાસ રાખનારા રાજનૈતિક પક્ષ રૂપેભારતીય જનસંઘની રાજકીય યાત્રાનો પ્રારંભ થયો. ભારતીય જનસંઘના પ્રથમ સંસ્થાપક અધ્યક્ષ સ્વાભાવિક રૂપે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હતા. તેઓશ્રી એક પ્રતિભાશાળી વિદ્યાપુરુષ હતા અને રાષ્ટ્રજીવનનાં અનેકવિધ ક્ષેત્રોમાં તેઓશ્રીનું નામ ખૂબ આદર સાથે લેવાતું....

પહેલી લોકસભા ચૂંટણી ૧૯૫૨માં યોજાઈ. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં ભારતીય જનસંઘે પણ તેમાં સક્રિય ભાગ લીધો અને ચૂંટણીમાં તેના ત્રણ ઉમેદવારો ચૂંટાયા પણ ખરા. ડૉ. મુખર્જીએ સમયે પણ સૌથી પહેલાં A party with difference ની વાત ઉચ્ચારી હતી તથા લાઇક માઇન્ડેડ પક્ષો સાથે ગઠબંધનની રાજનીતિ પર વિશ્ર્વાસ પણ સમયથી ઉપસેલો. ડૉ. મુખર્જીના નેતૃત્વમાં તે સમયે National democratic frontની રચના કરવામાં આવી હતી. તેમાં અકાલી દળ, ગણતંત્ર પરિષદ અને અન્ય નાનાં મોટાં દળો સહભાગી બન્યાં હતાં. પ્રસ્તુત National Democratic front તે વખતે પણ કુલ ૩૯ સસંદ સદસ્યો હતા અને તેના નેતા ડૉ. મુખર્જી હતા. ફ્રન્ટના રાજનૈતિક દળોએ મળીને ડૉ. મુખર્જીની યોગ્યતા અને તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને, તેઓશ્રીને પ્રતિપક્ષના નેતા રૂપે પસંદ કરેલા. રીતે ડૉ. મુખર્જી ભારતીય સંસદીય ઇતિહાસના સર્વ પ્રથમ પ્રતિપક્ષના નેતા હતા. રીતે ભારતીય જનસંઘનો વિકાસ ધીરેધીરે પરંતુ નિશ્ર્ચિત રૂપે થઈ રહ્યો હતો. પરંતુ આપણા કમનસીબે કાશ્મીર સત્યાગ્રહ નિમિત્તે સત્યાગ્રહી એવા ડૉ. મુખર્જીનું ૧૯૫૩માં કાશ્મીરની જેલમાં રહસ્યમય સંજોગોમાં નિધન થયું અને આમ થવાથી માત્ર ભારતીય જનસંઘને નહીં, પરંતુ ભારતીય રાજનીતિને પણ ખૂબ મોટી ખોટ પડી. ભારતીય જનસંઘ તો હજુ વિકસી રહ્યો હતો. તે બરાબર પગભર થાય તે પહેલાં ડૉ. મુખર્જીના નિધનના રૂપમાં સૌથી મોટી ક્ષતિ સર્જાઈ. પરંતુ તેમ છતાંયે ધીરે ધીરે ભારતીય જનસંઘ પગભર થયો...