ભાજપાની પંચ નિષ્ઠાઓ : જે તેને પાર્ટી વિથ ડિફરન્સ બનાવે છે

    ૦૫-એપ્રિલ-૨૦૧૯


 

ભારતીય જનતા પાર્ટી અને પૂર્વવર્તી જનસંઘ, અન્ય રાજનૈતિક દળોથી પોતાની અલગ ઓળખ રાખે છે. ઓળખ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતા પ્રતિ એના આગ્રહને કારણે છે. જ્યાં સામાન્ય રીતે અન્ય રાજનૈતિક દળોનો ઉદ્દેશ્ય રાજ્યસત્તા પ્રાપ્ત કરવાનો હોય છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી સત્તાને વિસ્તૃત ઉદ્દેશ્યોની પ્રાપ્તિનું સાધન માને છે. વિસ્તૃત ઉદ્દેશ્ય છે, સામાજિક અને રાષ્ટ્રીય પુન: નિર્માણ. ઉદ્દેશ્યની પરીપૂર્તિ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યની પ્રેરણા સંવિધાનમાં પાંચ નિષ્ઠાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ

દીનદયાલ ઉપાધ્યાયજીની એક ઉક્તિ છે : ‘વ્યક્તિની જેમ રાષ્ટ્રને પણ પોતાનો આત્મા હોય છે. આત્માના અસ્તિત્વને કારણે આખું રાષ્ટ્ર એકાત્મ બને છે. રાષ્ટ્રના આત્માને આપણા શાસ્ત્રકારોએ ચેતના કહ્યું છે. પ્રત્યેક રાષ્ટ્રની પોતાની એક ચેતના હોય છે. ચેતના રાષ્ટ્રીયતાનું ચિહ્ન છે. ચેતનાને કારણે પ્રત્યેક રાષ્ટ્રની સંસ્કૃતિને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સાહિત્ય, કલા, ધર્મ, ભાષા બધું ચેતનાની અભિવ્યક્તિ છે. જાતિ, પંથ, ભાષા વગેરેની વિવિધતા હોવા છતાં પણ સમાન સંસ્કૃતિ વિવિધતાસભર ભારતને એકસૂત્રમાં બાંધવાવાળું તત્ત્વ છે. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની કલ્પના, કોરી રાજનૈતિક કલ્પના છે, સંવિધાનિક કલ્પના છે, ભૌગોલિક કલ્પના છે, પણ સાંસ્કૃતિક છે. કલ્પના પર આધારિત રાષ્ટ્રવાદ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યોના વિવિધ આયામો, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની પ્રેરણા ગ્રહણ કરે છે.’ રાષ્ટ્રીય દૃષ્ટિકોણને મજબૂત કરવા માટે, રાષ્ટ્ર પ્રતિ પૂર્ણ સમર્પણ જરૂરી છે. જે કંઈ છે તે રાષ્ટ્રનું છે, મારું નથી.

રાષ્ટ્રાય સ્વાહા, રાષ્ટ્રાય ઈદમ્ મમ્

ટૂંકમાં, ભારતીય જનતા પાર્ટી એક દેશ, એક જન, એક સંસ્કૃતિની સંકલ્પનામાં અવિચળ વિશ્ર્વાસ ધરાવતું રાજનૈતિક દળ છે. જ્યારે પણ રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચે છે ત્યારે ભાજપા સ્વાભાવિક રૂપે નુકસાન પહોંચાડનાર તત્ત્વોનો વિરોધ કરે છે. ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે અમારી એક રાષ્ટ્રીય જીવનપદ્ધતિ છે, જે કેવળ અખંડિત રહેવી જોઈએ, પણ એનું સતત પોષણ અને સંવર્ધન પણ થતું રહેવું જોઈએ. અમારી બધી પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય રાષ્ટ્રનું સંરક્ષણ, કલ્યાણ અને અભ્યુદય છે. અમારી સીમાઓ સુરક્ષિત રહેવી જોઈએ, પ્રાંતીય એકતા બની રહેવી જોઈએ અને અમને અમારી ઐતિહાસિક પરંપરાઓ અને વારસાનું સ્વાભિમાન રહેવું જોઈએ. બધી બાબતો રાષ્ટ્રીય હિતની સંકલ્પનાના ભાગરૂપે છે.

લોકતંત્ર

આપણા સંવિધાને રાજ્યસત્તાના સંચાલન માટે લોકતાંત્રિક પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. લોકતંત્ર મતદારની ઇચ્છાનો આદર કરવાવાળું તંત્ર છે. જુદા જુદા દેશોમાં હજુ પણ ચૂંટણીની જુદી જુદી પદ્ધતિઓનું પ્રચલન છે, પરંતુ બધામાં લોકોની સામૂહિક ઇચ્છાના આધારે સરકાર ચૂંટાય છે તત્ત્વ સમાન છે. ભાજપા લોકતાંત્રિક વ્યવસ્થામાં નિષ્ઠા રાખે છે, સત્તાના વિકેન્દ્રીકરણના પક્ષમાં છે. ભાજપાએ સમયે સમયે તાનાશાહી અને લોકતંત્રને કમજોર કરનાર પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો છે. ૧૯૭૫માં જ્યારે ઇન્દિરા ગાંધીએ કટોકટીની ઘોષણા કરી અને તમામ પ્રકારની સ્વતંત્રતાઓ સ્થગિત કરી દીધી ત્યારે ભારતીય જનસંઘે લોકતંત્રની પુન:સ્થાપના માટેના સંઘર્ષમાં અગ્રણી ભૂમિકા નિભાવી હતી. કોંગ્રેસે ચૂંટાયેલ રાજ્ય સરકારોના પતન માટે જ્યારે જ્યારે રાજ્યપાલના હોદ્દાનો દુરુપયોગ કર્યો, અમે એનો સખત પ્રતિકાર કર્યો છે. લોકતંત્ર જનાદેશ પર આધારિત રાજ્ય-વ્યવસ્થા છે. સંસદ અને વિધાનસભા, સ્વતંત્ર પ્રેસ, સ્વતંત્ર ન્યાયપાલિકા, સ્વાયત્ત ચૂંટણીપંચ જેવી સંસ્થાઓ લોકતંત્રના યોગ્ય સંચાલન માટે જરૂરી છે. કોંગ્રેસે ઘણીવાર લોકતાંત્રિક સંસ્થાઓ પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કર્યો છે અને એનું અવમૂલ્યન કર્યું છે. ભાજપાએ આવા દરેક પ્રસંગે લોકતાંત્રિક સંસ્થાઓના દૃઢીકરણ માટે અવાજ ઉઠાવ્યો છે.

એકાત્મ માનવદર્શન

શ્રી દીનદયાળજીએ જે એકાત્મ માનવવાદનું ચિંતન રજૂ કર્યંુ અને ભાજપાએ જેનો સંગઠનના ચિંતન‚પે સ્વીકાર કર્યો વ્યક્તિ અને સમાજ બંનેને પરસ્પર વિરોધી સત્તા નહીં પણ પરસ્પર આશ્રિત સત્તા માને છે. મૂડીવાદ અને સમાજવાદના એકાંગી સમાજદર્શનથી માનવકલ્યાણ થતું જોઈને દીનદયાળજીએ એકાત્મ માનવવાદના ‚પે આવું સમગ્ર દર્શન રજૂ કર્યંુ, જે માનવનો સમગ્ર રીતે વિચાર કરે છે.

એકાત્મ માનવવાદ દર્શનનું મૂળ તત્ત્વ છે, સમરસતા. ભાજપાએ સામાજિક પ્રશ્ર્નો પ્રતિ સમરસતાનો દૃષ્ટિકોણ અપનાવ્યો છે. દૃષ્ટિકોણ ભાજપા કાર્યકર્તાઓ, સમાજના દરેક વર્ગો, દરેક જાતિઓ, દરેક પંથો અને વિશેષરૂપે વંચિત, દલિત અને અસ્પૃશ્ય ગણાતા તથા વનવાસી બંધુઓ પ્રત્યે આત્મીયતા અને મમત્વભાવ રાખવા, એમની સેવા અને કલ્યાણ માટે પ્રવૃત્ત થઈને અન્ત્યોદય પ્રત્યે સમર્પિત થવા માટે પ્રેરે છે. દૃષ્ટિકોણ ભાજપાને સમાજના નબળા વર્ગો પ્રત્યે બંધુભાવ, મમત્વભાવ અપનાવવા અને એના કલ્યાણ માટે રચનાત્મક કાર્યો કરવાની પ્રેરણા આપે છે.

સકારાત્મક પંથનિરપેક્ષતા

હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સ્વભાવથી પંથનિરપેક્ષ છે. એમાં જુદા જુદા ધર્માચરણ, વિશ્ર્વાસ અને ઉપાસના પદ્ધતિઓનો સ્વીકાર છે. પરંતુ સેક્યુલરિઝમના રાજનૈતિક ઉપયોગે એનું સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે. સેક્યુલરિઝમના નામ પર વોટની રાજનીતિનું ચલણ વધતું ગયું છે. એના માટે મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટીનો એક વર્ગ, સામ્યવાદીઓ અને કેટલીક હિન્દુવિરોધી શક્તિઓ જવાબદાર છે. રાષ્ટ્રહિત અને સુરક્ષાના પ્રશ્ર્નોને પણ લોકો સાંપ્રદાયિકતાના ચશ્મા પહેરીને જુએ છે. એમની ધર્મનિરપેક્ષતા દંભી છે, સત્તાપ્રાપ્તિનો શોર્ટકટ છે. તાકાતો હિન્દુભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ મોકો નથી ચૂકતી. હિન્દુ ધર્મ, લોકાચાર તથા હિન્દુ ધર્મ સંબંધી કોઈપણ માન્યતા કે શ્રદ્ધાને સાંપ્રદાયિક ઘોષિત કરી દે છે. કહેવાતા ધર્મનિરપેક્ષતાવાદીઓની ધર્મનિરપેક્ષતાને ધાર્મિક સહિષ્ણુતા સાથે કોઈ લેવા-દેવા નથી. લોકો ઘોર અસહિષ્ણુ છે. ભારતીય જનતા પાર્ટી જે સેક્યુલરિઝમમાં નિષ્ઠા રાખે છે, એમાં પંથીય રાજતંત્ર માટે કોઈ સ્થાન નથી. ભાજપાની સેક્યુલરિઝમની કલ્પનાનો અર્થ છે દરેક ધર્મોનો આદર, દરેકને ન્યાય, પણ તુષ્ટીકરણ કોઈનું નહીં. ભાજપાની માન્યતા ભારતની પ્રાચીન પરંપરા પર આધારિત છે.

મૂલ્ય આધારિત રાજનીતિ

રાજનીતિનું ક્ષેત્ર સાર્વજનિક જીવનનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. એની શ્રેષ્ઠતા અને પ્રતિષ્ઠા માટે જે માનદંડનું પાલન ‚રી છે તે મૂલ્ય છે. ભારતીય જનતા પાર્ટી રાજનીતિમાં ઉચ્ચ માનદંડોના પાલન માટે પ્રતિબદ્ધ છે. મૂલ્યોના આગ્રહના કારણે કોઈ સમયે રાજનીતિ, રાજનેતા અને રાજનૈતિક કાર્યકર્તાઓને સમાજમાં પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત હતું. ભાજપા માત્ર એક રાજનૈતિક દળ નથી. સિદ્ધાંતો, વિચારધારાઓ અને માન્યતાઓ પર આધારિત એક આંદોલન છે, જેનો ઉદ્દેશ્ય સામાજિક પરિવર્તન અને રાષ્ટ્રીય પુનર્નિર્માણનો છે. આજનાં રાજનૈતિક દળોના વ્યવહાર અને પ્રવૃત્તિઓ પર દૃષ્ટિ કરશું તો દેખાશે કે રાજનીતિ રાષ્ટ્રીય પુનર્નિર્માણ અને સામાજિક પરિવર્તનના ધ્યેયથી વિમુખ થઈને સત્તાભિમુખી થઈ ગઈ છે. રાષ્ટ્રસેવાનું સ્થાન સત્તાની આકાંક્ષા અને સત્તાના ભોગવટાએ લઈ લીધું છે. એમાંથી અનેક પ્રકારની વિકૃતિઓ પેદા થઈ છે. સત્તાપ્રાપ્તિની મહત્ત્વાકાંક્ષા, અવસરવાદિતા, ભ્રષ્ટાચાર, વગેરે દૂષણો રાજનીતિમાં પ્રવેશ્યા છે.

ભાજપા આવી પ્રચલિત વિકૃત રાજનૈતિક સંસ્કૃતિની જગ્યાએ વૈકલ્પિક રાજનૈતિક સંસ્કૃતિ વિકસિત કરવા માટે પ્રયત્નશીલ છે. ઉદ્દેશ્યની પૂર્તિ માટે કાર્યકર્તાઓમાં સંસ્કાર અને શિક્ષણની આવશ્યકતા છે. ભાજપાએ અનેક સ્તરો પર કાર્યકર્તાઓના પ્રશિક્ષણ અને સંસ્કારની વ્યવસ્થા કરી છે, જેથી કરીને તેઓ પોતાના અંગત તેમજ સામાજિક જીવનમાં પવિત્રતાનો આગ્રહ રાખે. ભાજપાની ઓળખ એક અનુશાસિત પાર્ટીના રૂપમાં થતી આવી છે.