અર્થશાસ્ત્રીઓની આડમાં રાહુલનું પોકળ વચન

    ૦૫-એપ્રિલ-૨૦૧૯


 

પ્રિયંકાના ભાઈ જમાનત પર છૂટેલ રાહુલજુમલેબાજગાંધીએ ચૂંટણી સંદર્ભેવચનેશુ કિં દરીદ્રંવિચારીને અચાનક પાંચ કરોડ કુટુંબોને વાર્ષિક ૭૨,૦૦૦‚ રૂા. કોંગ્રેસ જીતે તો તેમના ખાતામાં દર વર્ષે ભરવાનું વચન આપ્યું. ધ્રૂજતા અવાજ છતાં મેજ ઉપર હાથ પછાડીને તેમના ખાતામાં નાણાં સીધાં જશે તેવું કહેતા તેમને યાદ આવ્યું કે રાજીવ ગાંધીના પ્રધાનમંત્રી પદ વખતે રૂપિયામાંથી ૮૫ પૈસા સિસ્ટમમાં ચવાઈ જાય કે ભ્રષ્ટ નેતાઓ લઈ જાય તેવી જાહેરમાં કબૂલાત તેમણે કરી હતી.

ન્યાયન્યુનતમ વાર્ષિક સહાયના નાણાં ક્યાંથી આવશે ? તે સંદર્ભે કોઈ સ્પષ્ટતા હોવા છતાં કે કયા કુટુંબો માટે લાયક ગણાશે ? તેના પણ ચોખ્ખા અંદાજના અભાવે ચૂંટણી જીતવા માટેનો તર્ક ગેમ ચેન્જર, ટ્રમ્પ કાર્ડ વગેરે મીડિયા દ્વારા લેખાયો ત્યારે રૂપિયા . લાખ કરોડની આવકના નવાં સ્ત્રોતો ઊભા કરવાનો જોશ તો કોંગ્રેસ / રાહુલમાં હતો. માત્ર શક્ય છે તથા અન્ય ચાલતી યોજનાઓના ભંડોળમાંથી સેરવી/ખેરવી શકાયો તેવું આશ્ર્વાસન તેમણે જુમલેબાજીવખતે રાખ્યું. બરાબર એવું જ્યારેરાફેલમાં ચોકીદાર ચોર છે ના નારા તેમણે મહિનાઓ સુધી કંઠીલ ખાઈને ઉછાળ્યા છતાં ચૂંટણીનું વાતાવરણ બદલાયું નહીં.

કેન્દ્ર સરકારની ૯૫૦ યોજનાઓ અંતર્ગત લાભાર્થીને ‚રૂા. . લાખ કરોડની માતબર રકમ ફાળવાયેલ છે. ચારેક માસ પહેલાં સરકાર દ્વારા કિસાન સન્માન નીધિ અન્વયે અંદાજિત . કરોડ ખેડૂતોને જે ‚રૂા. ૬૦૦૦ દર વર્ષે મળશે તેવી યોજનાનો પ્રથમ હપ્તો રૂપિયા ૫૨૧૫ કરોડ ચૂકવાઈ ગયો છે છતાં મોદી સર્જીકલ સ્ટ્રાઈક પાકિસ્તાનમાં કરે તોહુંભારતમાં કેમ નહી ? ના બાલીશ વિચારો સાથે ૧૯૫૬થી જે કુટુંબગરીબી હટાવોની ઝુંબેશ લઈને ચાલ્યું તથા પેઢી-દર પેઢી રાજકીય સત્તા પર રહી, ગરીબોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આંશિક સફળ રહ્યા તેમણે દુનિયાના અર્થશાસ્ત્રીઓની સલાહ પ્રમાણે શક્યતાઓ છે તેવા ઉદ્ગારો સાથે માત્ર પેંતરાબાજી કરી.

જેમ દર્દીની સારવાર કરતા ચાર ડૉક્ટરોમાં સારવાર/દવાના ડોઝ બાબતે મતભેદ હોય તે સમય, સંજોગ, દર્દીની સ્થિતિ વગેરે બધુ સરખું હોવા છતાં અભિપ્રાયો જુદા હોય તેમ સબસીડી બાબતે અનેક અર્થશાસ્ત્રીઓના મત જુદા હોય છે. સરકારમાં કામ કરતા અધિકારીઓ, રાજનેતાઓ વગેરે ગરીબો, ખેડૂતો, વંચિતો, વનવાસીઓ વગેરે આર્થિક-સામાજિક સમૃદ્ધિમાં પાછળ રહેલ લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની યોજનાઓમાં ક્યાં કેવી અગ્રતા આપે છે ? તે તેમની વર્તમાન પરિસ્થિતિ પર આધારિત હોવા છતાં, લાંબાગાળે સબસીડી બંધ કરવાના મતે બધા સહમત છે.

જ્યાં GDP ના .% આખી યોજના પાછળ વર્તમાન સરકાર ખર્ચતી હોય ત્યાં .% તેમાંથી કાઢીને આપવાની પ્રાથમિકતા, ૧૯૭૬માં અમેરિકાના પ્રમુખ થોમસ પેઇન દ્વારા સાર્વત્રિક પાયા કોન્સેપ્ટ અન્વયે પ્રકાશમાં આવી, ફ્રાન્સ, અમેરિકા, ફીનલેન્ડ, તૂર્કી, નેધરલેન્ડ, સાયપ્રસ વગેરે અનેક દેશોએ ઓછા-વત્તા અંશે પ્રકારના પ્રાવધાન રાખ્યા હોવા છતાં, ભારતમાં સુરેશ તેંડુલકર કમિટીના મતે ૨૨% BPL કુટુંબો હતાં જે રંગરાજન કમિટીના માપદંડ પ્રમાણે ૨૯% થયાં છે. દેશની આર્થિક પરિસ્થિતિ જોતાં, રીઝર્વ બેન્કના મતે ‚રૂા. .૭૫ લાખ કરોડના NPA, પાવર કંપનીઓ અને વહેંચણી કરનાર કંપનીઓના દેવા સબસીડીની વધતી જતી રકમો, ખેડૂતો દેવામાફી અંગે પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ કર્ણાટકમાં આવેલા વચનોને હજી સંઘર્ષપૂર્ણ આંશિક મંજૂરી વગેરે હોવાથી વચન પળાયા નથી.

ભાજપા સાથે જનતા દળ, તૃણમૂલ કોંગ્રેસ, બીજુ જનતા દળ વગેરે સહુએ કોંગ્રેસ દ્વારા અપાયેલ ચૂંટણી વચન અંગે શંકા વ્યક્ત કરી છે. આશ્ર્ચર્યજનક જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસરોએ પણ અસંભવ અને વ્યવસ્થાની અસમર્થતા વ્યક્ત કરી છે. મનરેગા સ્કીમ જાહેર કર્યા પછી પણ કોંગ્રેસને ગરીબ વિસ્તારોમાંથી માત્ર ૨૭% વોટ મળ્યા હતા. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તો આવી સંખ્યા ૨૨%થી ઓછી છે.

આમ છતાં, ખેડૂતોના દેવામાફીની લોભામણી જાહેરાતોથી ગ્રામ્ય વિસ્તારોમાં ગત ચૂંટણીમાં છતીસગઢમાં ૬૮% વોટ, રાજસ્થાનમાં ૫૭% વોટ અને મધ્યપ્રદેશમાં ૩૧% વોટ કોંગ્રેસે મેળવ્યા છે. ૨૦૦૯ની ચૂંટણીએ ખેડૂતોના દેવા માફ કરીને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહ ફરી વડાપ્રધાન બન્યા હતા. જાહેરાતના કારણે ૨૯૦ ગ્રામીણથી વધારે મતક્ષેત્રો પ્રભાવિત થવાની શક્યતાઓ છે જ્યાં ભાજપા/એનડીએ પાસે અત્યારે ૭૦% ઉપરાંત પ્રતિનિધિત્વ લોકસભામાં છે. બધા મતદાર મંડળોમાં છેલ્લાં પાંચ વર્ષની ગતિશીલ પ્રગતિ, ૯૫૦ સ્કિમ દ્વારા અપાતી મબલખ સબસિડી તથા અન્ય સહાયની સચોટ માહિતી પહોંચાડવી અત્યંત આવશ્યક છે. સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા ગરીબો પગભર થાય અને સરકાર / પ્રાઈવેટ સેક્ટર નોકરીમાં મદદ કરે તેની તાતી જરૂરિયાત છે...!