એક એવું ગામ જ્યાં ચંપલ પહેરવા પર છે પ્રતિબંધ

    ૦૫-એપ્રિલ-૨૦૧૯


 
આજકાલ તો આપણે ત્યાં લોકો ઘરમાં પણ ચંપલ પહેરીને ફરે છે ત્યારે દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુના એક ગામમાં કંઈક અલગ રિવાજ છે જે હાલ પરંપરા બની ગયો છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી ૪૫૦ કિ.મી. દૂર આવેલા અંદમાન ગામમાં આબાલવૃદ્ધ કોઈપણ ચંપલ પહેરતું નથી. ધંધાર્થે બહાર ગયેલા લોકો ગામમાં પાછા ફરતાં પોતાનાં જૂતાં હાથમાં ઉઠાવી લે છે. અહીંના લોકો પરંપરા પાછળનું કારણ આપતાં જણાવે છે કે, જો પરંપરાનું પાલન નહીં કરીએ તો ગામમાં મહામારી ફેલાશે. જોકે હવે અમારા માટે ડર પરંપરા બની ગયો છે. બીજું કે, અમારા માટે ગામ પવિત્ર મંદિર છે. માટે તેની પવિત્રતા જાળવી રાખવા માટે અમે આજે પણ પરંપરાને નિભાવીએ છીએ.