ભારતીય જનસંઘમાંથી ભાજપાનું નિર્માણ...

    ૦૬-એપ્રિલ-૨૦૧૯


 

જનસંઘમાંથી ભાજપાનું નિર્માણ અને અત્યાર સુધીના વિકાસને આપણે જુદાં જુદાં ચરણોમાં વિભાજિત કરી શકીએ.

ચરણ - ૧ : આદર્શવાદનાં સિદ્ધાતોનું સિંચન

પ્રથમ ચરણ ૧૯૫૧થી ૧૯૫૩નું છે. દરમિયાન ભારતીય જનસંઘને ઊભો કરવો એક માત્ર લક્ષ્ય હતું. આદર્શવાદ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જનસંઘને વિરાસતમાં મળેલો. તેના કાર્યકર્તાઓને સહજ રૂપે ચારિત્ર્ય અને અનુશાસનની શિક્ષા-દીક્ષા પ્રાપ્ત થયેલી. તેનું પ્રમુખ કારણ કે ભારતીય જનસંઘના મોટાભાગના કાર્યકર્તાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા રાષ્ટ્રવાદી સંગઠન સાથે જોડાયેલા હતા. સંઘમાંથી તેમને આદર્શવાદ, ચારિત્ર્ય અને અનુશાસન વિરાસતમાં પ્રાપ્ત થયેલાં, ઉપરાંત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી જેવા વરિષ્ઠ વિદ્વાન આગેવાન દ્વારા લોકતંત્રનું પ્રશિક્ષણ પણ મળેલું. રાષ્ટ્રવાદ અને લોકતંત્ર જનસંઘની મુખ્ય વિચારધારા હતી પાર્ટીની આઈડિયોલોજી છે અને તેનો મુખ્ય સ્તંભ છે...

ચારિત્ર્ય તથા અનુશાસન ભારતીય જનસંઘનો આદર્શવાદ છે. પાર્ટીને અખિલ ભારતીય સંગઠનના રૂપે ઊભો કરવાનો પ્રયાસ પ્રથમ ચરણમાં કરવામાં આવ્યો. સાથે સાથે સમર્પિત કાર્યકર્તાઓની શ્રૃંખલા ઊભી કરવાનો તથા કાર્યકર્તાઓમાં વિચારધારા સુસ્પષ્ટ કરવાનો પ્રયાસ પણ ચૂંટણી લડવાની સાથે સાથે કરવામાં આવ્યો હતો. આમ પ્રથમ ચરણમાં ભારતીય જનસંઘના પાયામાં આદર્શવાદથી પ્રેરરાયેલ સિદ્ધાતોનું સિંચન થયું હતું.

ચરણ - ૨ : વિવિધતાથી ભરેલા દેશના નેતૃત્વનો વિચાર...

ભારતીય જનસંઘના વિકાસનું બીજું ચરણ ૧૯૭૩-૧૯૮૦નું છે. યુગ લોકનાયક જયપ્રકાશ નારાયણનો યુગ હતો. ૧૯૭૩માં ભારતીય જનસંઘના આગેવાનો પહેલી વાર શ્રી જયપ્રકાશજીના સીધા સંપર્કમાં આવ્યા. સમયે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિદ્યાર્થીઓનુંનવનિર્માણઆંદોલન ચાલી રહ્યું હતું. આંદોલનમાંથી પ્રેરણા લઈને બિહારમાં પણ આંદોલન શરૂ થયું. શ્રી જયપ્રકાશ નારાયણે છાત્ર-આંદોલનને જનઆંદોલનમાં પરિવર્તિત કર્યું અને આંદોલનનું નેતૃત્વ પણ કર્યું. બધી ઘટનાઓ વચ્ચે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશમાં ૨૬ જૂન, ૧૯૭૫ને દિવસે કટોકટી લાદી. જયપ્રકાશ નારાયણે તમામ રાજકીય પક્ષોને ભ્રષ્ટાચાર તથા તાનાશાહી વિરુદ્ધ ભેગા થઈને સંઘર્ષ કરવા માટે આહ્વાન કર્યું. જયપ્રકાશજીના આહ્વાહ્ પર વિચાર કરવા માટે હૈદરાબાદમાં જનસંઘનું વિશેષ સમ્મેલન થયું. તત્કાલીન પરિસ્થિતિના તમામ આયામો પર ચર્ચા થઈ. અનુકૂળ અને પ્રતિકૂળ ચર્ચાનો સાર નીકળ્યો કે, ફક્ત વિચારધારાના આધાર પર આટલા મોટા, વિશાળ અને વિવિધતાઓથી ભરેલા દેશનું નેતૃત્વ ભારતીય જનસંઘ પોતાના એકલાના દમ પર તે સ્થિતિમાં કરી શકે. તેથી જનસંઘે પણ જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં કાર્ય કરવાનો નિર્ણય કર્યો. જનસંઘનો ગઠબંધનમાં સમાવેશ કરવા સામે સમાજવાદીઓએ સખત વિરોધ કર્યો, પરંતુ જ્યારે તેમણે જનસંઘના કાર્યકર્તાઓ સાથે કાર્ય કર્યું ત્યારે તેમને અનુભવ થયો કે ખરેખર જનસંઘના કાર્યકર્તાઓ અત્યંત પ્રામાણિક અને દેશભક્ત છે. ૧૯૭૫માં ભારતીય જનસંઘના અધિવેશનના પ્રમુખ અતિથિ રૂપે શ્રી જયપ્રકાશ નારાયણને ઉદ્બોધન માટે નિમંત્રિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. જયપ્રકાશજીના અનેક મિત્રોએ તેમને અધિવેશનમાં જવા માટે સલાહ આપી. જનસંઘના આગ્રહના કારણે તેઓ અધિવેશનમાં આવ્યા અને સંબોધન પણ કર્યું. સંબોધનના પ્રારંભમાં લોકનાયક જયપ્રકાશજીએ કહ્યું કે, ‘મને ભારતીય જનસંઘના અધિવેશનમાં આવવા માટે ઘણા લોકોએ રોક્યો હતો. કથિત સાંપ્રદાયિક શક્તિઓના અધિવેશનમાં જવું યોગ્ય નથી તેવો સુઝાવ મને મારા સાથીઓએ આપ્યો. પરંતુ અનુભવના આધારે એક વાત સ્પષ્ટ રીતે કહી શકું છું કે, જો જનસંઘ સાંપ્રદાયિક છે તો હું પણ સાંપ્રદાયિક છું.’ જયપ્રકાશ નારાયણજીના સૂચક વિધાનથી ભારતીય જનસંઘના આદર્શો અને તેની સ્વીકૃતિનો અંદાજ આવી જાય છે. કટોકટી વિરુદ્ધ ચાલી રહેલા સંઘર્ષની સમાપ્તી પણ ૧૯૭૭ની લોકસભા ચૂંટણીઓ સાથે થઈ. ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીનો ઘોર પરાજય થયો. ભારતીય જનસંઘની દૃષ્ટિથી બીજું ચરણ અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. ભારતીય જનસંઘ માટે સમય ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. કોંગ્રેસ વિરોધી તમામ દળો એકત્રિત થઈને જનતા પાર્ટીના રૂપે સત્તામાં આવ્યા, તેમાં ભારતીય જનસંઘની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. પરંતુ દુર્ભાગ્યવશ જયપ્રકાશજીનું સપનું સાકાર થઈ શક્યું. વિભિન્ન વિચારધારાવાળાં દળોની બનેલી જનતા પાર્ટીની સરકાર ૧૯૭૯માં પડી ભાંગી.

ચરણ - ૩ : ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાનો ઐતિહાસિક નિર્ણય

જુલાઈ, ૧૯૭૯માં શ્રી મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વવાળી જનતા સરકારનું પતન થતાં ૧૯૮૦માં લોકસભાની મધ્યસત્ર ચૂંટણીઓ યોજવી પડી. ચૂંટણીમાં આંતરિક વિખવાદોથી ગ્રસ્ત જનતાપાર્ટીનો ઘોર પરાજય થયો અને ઇન્દિરાજી પુન: પ્રધાનમંત્રી બન્યાં. સાથે જનતા પાર્ટીનો આંતરિક વૈચારિક વિખવાદ પણ ઘેરો બન્યો. જનતા પાર્ટીના સમાજવાદી ઘટકના આગેવાનોએ જનતા પાર્ટીમાં ૧૯૭૭માં સામેલ થયેલ ભારતીય જનસંઘ ઘટકના આગેવાનો અને કાર્યકર્તાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે અને રીતે જનતા પાર્ટીનું જનસંઘ ઘટક બેવડું સભ્યપદ ધરાવે છે, એવો કુતર્ક આગળ ધરીને, એપ્રિલ ૧૯૮૦ના દિવસે જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં ઉપરોક્ત કથિત બેવડા સભ્યપદ વિરુદ્ધનો ઠરાવ કરવામાં આવ્યો. પરિણામે અટલજી-અડવાણીજીના નેતૃત્વમાં જનતા પાર્ટીમાં વિલીન થયેલ ભારતીય જનસંઘ ઘટક દ્વારા એપ્રિલ, ૧૯૮૦ને દિવસે એક વિશાળ સંમેલન યોજીને જનતા પાર્ટીનો વિધિસર ત્યાગ કરીને, ભારતીય જનતા પાર્ટીની સંસ્થાપનાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો.

રીતે એપ્રિલ, ૧૯૮૦ના રોજ ભારતીય જનતા પાર્ટીનો પ્રારંભ થયો. ભાજપાનું ઘોષણાપત્ર પણ લગભગ જનતા પાર્ટી જેવું હતું. ઘોષણાપત્રમાં કોઈ વિશેષ પરિવર્તન કરવામાં આવ્યું નહોતું. બદલાયેલી રાજકીય પરિસ્થિતિનું સુચારુ વિશ્ર્લેષણ કરવા માટે સમગ્ર દેશમાં ભાજપાના આગેવાનોનો પ્રવાસ થયો. સિલસિલો ૧૯૮૪ સુધી ચાલુ રહ્યો. તે દરમિયાન ૩૧ ઑક્ટો. ૧૯૮૪ને દિવસે ઇન્દિરાજીની નિર્ઘૃણ્ણ હત્યા થઈ અને રાજીવ ગાંધીને દેશનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. તે પછી તરત નવેમ્બર ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીઓ આવી. ઇન્દિરાજીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને સંસદીય ઇતિહાસની સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ. સફળતા એટલી મોટી હતી કે પં. જવાહરલાલ નેહરુને પણ આટલો મોટો યશ કદી નહોતો મળ્યો. ચૂંટણીમાં કોંગ્રેસને ૪૦૪ બેઠકો મળી. ભાજપની સ્થિતિ ચૂંટણીમાં સૌથી ખરાબ રહી. લોકસભાની પ્રથમ ચૂંટણીમાં ભાજપના મૂળ સમાન ભારતીય જનસંઘના ત્રણ લોકો વિજયી થયા હતા. પરંતુ વખતે તો સ્થિતિ અત્યંત ખરાબ હતી. ભારતીય જનતા પાર્ટીને માત્ર બે બેઠકો મળી. સ્વયં અટલજી પણ પરાજિત થયા.

૧૯૮૪ની લોકસભા ચૂંટણી પછી રાજીવ ગાંધી ફરીથી દેશના વડાપ્રધાન બન્યા. દોરમાં રાજીવ ગાંધી એક યુવાનેતા તરીકે ઊપસી આવ્યા. રાજીવ ગાંધી પાસે લોકોની અપેક્ષાઓ ઘણી ઊંચી હતી, પરંતુ રાજીવ ગાંધી પણ ધીમે ધીમે વોટ બેન્કની રાજનીતિમાં ફસાતા ગયા. તેમણે સૌથી મોટી ભૂલ શાહબાનોના ફેંસલા બાબતે કરી. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદો સંસદમાં વિશેષ પ્રસ્તાવ પારિત કરીને ઠુકરાવવામાં આવ્યો. ભારતીય સંસદીય ઇતિહાસમાં આવું પહેલાં ક્યારેય થયું નહોતું. ક્રિમિનલ કાયદાઓમાં પહેલીવાર પરિવર્તન કરવામાં આવ્યું હતું. આવું કરીને તેઓ એક તરફ મુસલમાનોને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તો બીજી તરફ રાજકીય સંતુલન જાળવવા અને હિન્દુઓને પણ રીઝવવા માટે અયોધ્યાના કથિત બાબરી ઢાંચામાં બિરાજમાન શ્રી રામલલ્લાનાં દર્શન માટે ૧૯૮૬માં દરવાજા ખોલવામાં આવ્યા અને ૧૯૮૭માં સ્થળે શ્રીરામમંદિર માટેનો શિલાન્યાસ પણ થઈ ગયો.

કોંગ્રેસે અપ્રત્યક્ષ ‚પે બધી ઘટનાઓનું સમર્થન પણ કરેલું અને મદદ પણ કરેલી. રીતે ૧૯૮૫થી ૧૯૮૭ સુધી રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસનું વલણ રીતેવોટ બેન્કની રાજનીતિને પ્રોત્સાહન આપનારું રહ્યું હતું. તે સમય સુધી ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્રમાં ક્યાંય પણ શ્રીરામમંદિરનો મુદ્દો નહોતો. શ્રીરામમંદિરનો ઉલ્લેખ ભાજપે નહોતો કર્યો. પરંતુ કોંગ્રેસના વલણને કારણે ભાજપે શ્રીરામજન્મભૂમિ મુદ્દો પ્રમુખતાથી ઉઠાવવો પડ્યો. કોંગ્રેસ પાર્ટી રામમંદિર બાબતે રાજનીતિ કરી રહી હતી, તેના જવાબમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ધરોહર સમાન આદર્શવાદી પાર્ટી ભાજપ મુદ્દાથી સ્વાભાવિક રૂપે દૂર રહી શકી. ભાજપે મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો અને કહ્યું કે પ્રશ્ર્ન રાજનીતિથી ઉપર ઊઠીને જોવો જોઈએ. શ્રીરામજન્મભૂમિને લઈને પાર્ટીની અંદર અને બહાર ઊંડુ મનોમંથન ‚ થયું.

ચરણ - ૪ : ભાજપાનું શ્રી ઐતિહાસિક રામજન્મભૂમિ આંદોલન

ભારતીય જનતા પાર્ટીના વિકાસક્રમમાંશ્રીરામજન્મભૂમિ આંદોલનનો કાર્યકાળ અત્યંત મહત્ત્વપૂર્ણ ચોથું ચરણ હતું. ભાજપ ઇચ્છતું હતું રામમંદિરનું નિર્માણ શ્રી સોમનાથ મંદિરની તરજ પર રાષ્ટ્રીય શ્રદ્ધાકેન્દ્ર રૂપે થાય. શ્રી સોમનાથ મંદિર જૂનાગઢના નવાબી શાસનનો હિસ્સો હતું. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બધાં દેશી રજવાડાંઓના વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી હતી. પરંતુ જૂનાગઢના વિલીનીકરણમાં મોટી અડચણો આવી રહી હતી. જવાબમાં જનતાએ નવાબ વિરુદ્ધ વિદ્રોહ કર્યો. આખરે જૂનાગઢનું પણ ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું. વિલીનીકરણ થતાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો કે શ્રી સોમનાથ મંદિરનાં ખંડેરોની જગ્યા પર પુન: ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવે. પ્રસ્તાવ પારિત થતાં સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજીને મળવા ગયા તથા કાર્યમાં ગાંધીજીના આશીર્વાદ પણ માંગ્યા. મહાત્મા ગાંધીએ યોજનાને આવકારી પરંતુ તેમણે કહ્યું, ‘મંદિરનિર્માણના કાર્યમાં સરકારનો પૈસો ખર્ચાવો જોઈએ નહીં. એના બદલે જનતા પાસેથી ધન સંગ્રહ કરીને પવિત્ર કાર્ય થવું જોઈએ.’

સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીજીની સલાહનો સ્વીકાર કર્યો અને "શ્રી સોમનાથ ટ્રસ્ટનું નિર્માણ કર્યું. ત્યાર બાદ જનતા પાસેથી ધનસંગ્રહ કરીને શ્રી સોમનાથ મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું.

જો રાજીવ ગાંધી ઇચ્છતા હોત તો પોતાની ભારે બહુમતીના આધાર પર તર્જ પર પુન: ભવ્ય શ્રીરામમંદિરનું નિર્માણ કરી શકતા હતા. પરંતુ સમસ્યાનો ઉકેલ કરવાને બદલે તેમને વોટ બેન્કની રાજનીતિમાં વધારે વિશ્ર્વાસ હતો. તેમને મંદિરનિર્માણમાં કોઈ રુચિ નહોતી ! ભાજપા અયોધ્યાની વિવાદિત જગ્યા ઉપર શ્રીરામમંદિર નિર્માણની સમસ્યાને સોમનાથ મંદિરની તરજ ઉપર ઉકેલવા માંગતું હતું. પરંતુ રાજીવ ગાંધીની વોટ બેન્કની રાજનીતિનો સિલસિલો ખૂબ ઝડપથી આગળ ધપી રહ્યો હતો. ભાજપાની વિચારધારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની છે એટલે સ્વાભાવિક શ્રીરામમંદિર બાબતે ભાજપ આદર્શવાદથી પ્રેરાઈ જોડાયો. વિષય પર વ્યાપક વિચારમંથન બાદ ૧૯૮૯માં પાલમપુર (હિમાચલ પ્રદેશ)માં યોજાયેલ ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકમાં શ્રી રામજન્મભૂમિ સ્થળે શ્રી રામમંદિર નિર્માણ માટેના આંદોલનને સમર્થન આપવાનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો. ત્યાર બાદ શ્રી અડવાણીજીના નેતૃત્વમાં યોજાયેલ શ્રી સોમનાથ મંદિરથી અયોધ્યા સુધીના ઐતિહાસિક "શ્રીરામ રથયાત્રા તથા પુન: નિર્માણ રામમંદિર આંદોલનમાં ભારતીય જનતા પાર્ટીનું યોગદાન ભારતીય ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલું છે...

૧૯૮૪થી ૧૯૯૬ના અરસામાં રાષ્ટ્રના સાર્વજનિક જીવનમાં ખૂબ ઊથલપાથલ સર્જાઈ હતી અને મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. કાર્યકાળમાં દેશની રાજનીતિનો નકશો સાવ બદલાઈ ગયો હતો. ગઠબંધનની રાજનીતિનો દોર પણ અરસામાં વધુ પ્રભાવી બન્યો. સંસદમાં ભાજપના સંખ્યાબળમાં ખૂબ મોટા પાયે વધારો થયો હતો. ભારતીય રાજનીતિમાંથી અરસામાં ભાજપને કોઈપણ સ્તરે અવગણી શકાય તેમ નહોતું. ભાજપનું સંખ્યાબળ ૧૯૯૬ની લોકસભા ચૂંટણીમાં ૧૬૧ સુધી પહોંચ્યું હતું. ભાજપ સત્તાથી ખૂબ નજીક હતું. ભાજપમાં દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા, શક્તિ અને આદર્શ સંપૂર્ણ માત્રામાં હતાં. પરંતુ ભાજપ સાથે અન્ય દળોની રાજકીય અસ્પૃશ્યતા હજુ બરકરાર હતી.

ચરણ - ૫ : સ્વરાજ્યથી સુરાજ્ય સુધીના નવાં નારાનો ઉદ્ઘોષક

ભાજપના વિકાસક્રમનું પાંચમું ચરણ ૧૯૯૬થી ૨૦૦૪ સુધીના સમયગાળાનું રહ્યું. ચરણ સત્તાનું ચરણ કહી શકાય. સમયગાળામાં ભાજપની વિચારધારા અને આદર્શવાદ કસોટી પર ચઢ્યા. ૧૯૯૬માં ભાજપે પહેલીવાર સરકાર બનાવવાનો પ્રયત્ન કર્યો. સમયે કોઈ અન્ય રાજકીય પક્ષો ભાજપા સાથે જોડાવા તૈયાર નહોતા. માત્ર શિવસેના અને અકાલી દળ ભાજપા સાથે હતાં. ચૂંટણીમાં ભાજપા સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી. તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માએ બંધારણીય જોગવાઈ અનુસાર શ્રી અટલ બિહારી વાજપેયીને ૧૯૯૬માં સહુથી મોટી પાર્ટીના નેતા તરીકે પ્રધાનમંત્રી પદના શપથ લેવડાવ્યા, પરંતુ લોકસભામાં વિશ્ર્વાસ મત વેળાએ બહુમતીનો ટેકો મળતાં માત્ર ૧૩ દિવસમાં ભાજપની સરકાર પડી ભાંગી. બાબતે પક્ષમાં ઊંડું વિચારમંથન થયું અને ભાજપે પોતાની રણનીતિમાં બદલાવ લાવવાનો વિચાર કર્યો. ભારત જેવા વિશાળ અને વિવિધતાથી ભરપૂર દેશનું નેતૃત્વ કરવા માટે નવા વિચારો, નવા આયામો, નવી વ્યૂહરચના અને નવા અભિગમો લાવવાનો વિચાર થયો. ૧૩ દિવસની સરકાર પડ્યા બાદ થયેલા વિચારમંથનમાં ત્રણ બાબતો પર ચિંતન થયું. () વિચારધારા, () આદર્શવાદ અને () વ્યવહારુ રણનીતિ.

ત્રણ મુખ્ય બિન્દુઓ પર ભાજપે અન્ય દળો સાથે જોડાણ કરવા માટે પ્રયત્નો ‚ કર્યા અને સુરાજ્ય (ગુડ ગવર્નન્સ)ને મુખ્ય મુદ્દો બનાવ્યો. ભાજપે નવો વિચાર રજૂ કર્યો કે, આઝાદી પ્રાપ્ત થયાને ૫૦ વર્ષ જેટલો સમયગાળો પસાર થઈ ચૂક્યો હતો, પરંતુ તેમ છતાં સ્વાધીનતાને હજુ સુરાજ્યમાં પરિવર્તિત કરી શકાઈ નહોતી. દેશમાં "સ્વરાજ્યથી સુરાજ્ય સુધીના નવા સૂત્રનો ઉદ્ઘોષ કરીને ભાજપે રથયાત્રાનું આયોજન કર્યું અને દિશામાં અન્ય દળોને જોડવાનું પણ શરૂ કર્યું. "સ્વરાજ્યથી સુરાજ્ય સુધીનો નારો અત્યંત પ્રભાવક બન્યો અને ભાજપ સાથે વિભિન્ન દળના લોકો જોડાવા લાગ્યા. સુરાજ્યના નવા ઉદ્ઘોષમાંગુડ ગવર્નન્સનો મૂલાધાર હતો.

રીતે સમય બદલાયો. ભાજપની આદર્શવાદી વિચારધારા સાથેની વ્યવહારુ રણનીતિની સ્વીકૃતિ થઈ. ૧૯૯૮માં અત્યાર સુધીના સૌથી મોટા ગઠબંધન-"રાષ્ટ્રીય જનતાંત્રિક મોરચા (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)નો ઉદય થયો. એન.ડી..ના વિવિધ પક્ષો વચ્ચે કેટલાક સમાન મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા. તેના આધાર ઉપર સહુએ સાથે મળીને ચૂંટણીમાં ઝંપલાવ્યું. લોકસભા ચૂંટણી પછી પણ કેટલાંક દળો પાછળથી આવીને પણ જોડાયાં. ભાજપાએ નક્કી કર્યું હતું કે શપથ લેતા પહેલાં મિનિમમ પ્રોગ્રામનો મેનિફેસ્ટો બનાવી લેવાશે અને આધારે સરકાર ચાલશે. બધાએ સાથે મળીને એન.ડી.. સરકાર માટેનો નેશનલ એજન્ડા તૈયાર કર્યો. અને શ્રી અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં રીતે ૧૯૯૮માં પ્રથમ વાર એન.ડી.. સરકાર કાર્યરત બની.

સત્તામાં આવ્યા પછી " પાર્ટી વિથ ડિફરન્સની વાત કરવી મુશ્કેલ હોય છે. વાત પણ ભાજપના નેતૃત્વના ધ્યાનમાં આવી. છતાં ભાજપે હંમેશા વાતનું ગંભીરતાથી ધ્યાન રાખ્યું કે તેનો આદર્શવાદ સત્તાના ચક્રવ્યૂહમાં ક્યાંક ફસાઈને નષ્ટ થઈ જાય ! ભાજપના સારથિઓને હંમેશા યાદ રહ્યું કે રાષ્ટ્રીયતાની વિચારધારા તેમને વિરાસતમાં મળી છે અને આદર્શવાદ તેમના વિશુદ્ધ વ્યવહાર પર નિર્ભર છે. પરંતુ કમનસીબે સરકાર પણ માત્ર ૧૩ મહિના પછી લોકસભામાં વિશ્ર્વાસમત દરમિયાન માત્ર એક મત ખૂટવાથી પડી ભાંગી. અટલજીની સરકારે રાજીનામું આપ્યું. પરિણામે ૧૯૯૯માં ફરીથી લોકસભાની મધ્યસત્ર ચૂંટણી માત્ર દોઢ વર્ષ પછી યોજવાની ફરજ પડી. રીતે ૧૯૯૯માં યોજાયેલી ૧૩મી લોકસભાની ચૂંટણી ૧૯૯૮ પછી માત્ર દોઢ વર્ષમાં યોજાયેલી બીજી ચૂંટણી હતી. માત્ર એક મતથી પરાજિત થતાં અટલજીને માટે ૧૯૯૯ની લોકસભા ચૂંટણીમાં અપાર સહાનુભૂતિ અને વ્યાપક સમર્થનનું મોજું પ્રાપ્ત થયું. ભાજપના આદર્શવાદી સિદ્ધાંતો હવે ભારતની જનતાને ગમવા માંડ્યા હતા. તેના પુરાવા રૂપે નાના મોટા મળીને બાવીસ પક્ષોના સમર્થનથી ૧૯૯૯માં એનડીએની સ્થિર અને મજબૂત સરકાર પુન: રચાઈ. જેણે સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કર્યાં.

ચરણ - ૬ : સબકા સાથ - સબકા વિકાસ

છઠ્ઠું ચરણ ૨૦૦૪થી ૨૦૧૪નું છે. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં એન.ડી.. બહુમતી ગુમાવી. શ્રી અટલજીના સ્થાને ડૉ. મનમોહનસિંહજીની યુપીએ સરકાર આવી.

૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં અટલજીનું સ્વાસ્થ્ય બગડતાં શ્રી અડવાણીજીના નેતૃત્વમાં એન.ડી.. મેદાનમાં ઊતર્યું. પરંતુ ચૂંટણીમાં ભાજપા કરતા કોંગ્રેસની બેઠકો વધી. રીતે ૨૦૦૯માં યુપીએને બીજી ટર્મ પણ મળી અને ડૉ. મનમોહનસિંહજી વડાપ્રધાન બન્યા. યુપીએની બીજી ટર્મમાં વ્યાપક ભ્રષ્ટાચારનું દૂષણ, મુસ્લિમ તુષ્ટીકરણ, વ્યાપક કૌભાંડો, અવસરવાદિતા વગેરેને કારણે યુપીએમાંથી ધીમે ધીમે લોકોનો વિશ્ર્વાસ ઘટતો ગયો. અરસામાં ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ, આદર્શ કૌભાંડ, કોમનવેલ્થ ગેઈમ્સ કૌભાંડ વગેરે બહાર આવ્યાં અને યુપીએ સરકાર લોકોના મનમાંથી ઊતરતી ગઈ.

તરફ કેન્દ્રની યુપીએ સરકારમાં જનતાનો વિશ્ર્વાસ ઘટતો ગયો અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી મુદ્દાઓ લઈ સબળ વિરોધ પક્ષ તરીકે લોકોના મનમાં જગ્યા બનાવી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનું નવું મોડેલ ઊભું કર્યું, જે સમગ્ર દેશમાં સ્વીકાર્ય બન્યું. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે શ્રી નરેન્દ્ર મોદી ઊભરી આવ્યા. નરેન્દ્રભાઈ મોદીએ અને ભાજપના અન્ય અગ્રણીઓએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે વ્યાપક અભિયાન ચલાવ્યું. ભારતીય જનસંઘના જમાનાથી સિંચાયેલા આદર્શવાદ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના જયઘોષ સાથેસબ કા સાથ, સબકા વિકાસનું સૂત્ર મૂકાયું અને લોકોમાં આવકાર્ય બન્યું ! સાથે ભારતીય જનતા પાર્ટીના મૂળમાં રહેલા ભારતીય જનસંઘના વિચારોને ઘણાં વર્ષો બાદ ફરી વખત લોકોમાં ઉજાગર કરવામાં આવ્યા. સાથે સાથે સમગ્ર દેશમાં વિકાસનું નવું મોડેલ પણ રજૂ કરવામાં આવ્યું. પરિણામે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી પ્રાપ્ત થઈ. ભાજપે એકલે હાથે ૨૮૨ બેઠકો અને એનડીએ સાથે મળી કુલ ૩૩૫ બેઠકો મેળવી, તથા ગુજરાતની ૨૬ માંથી ૨૬ બેઠકો મેળવી ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો. સામે પક્ષે, પરિવારવાદ, જાતિવાદ અને ભ્રષ્ટાચાર જેવાં અનેક દૂષણોથી ગ્રસ્ત થયેલી ૧૨૯ વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી માત્ર ૪૪ બેઠકો પર સમેટાઈ ગઈ. કોંગ્રેસે માન્ય વિપક્ષ તરીકેનું સ્થાન પણ ગુમાવ્યું.

ભારતીય જનસંઘના પ્રારંભ કાળથી આદરણીય અટલજીએ જોયેલું સપનું સાકાર થયું. "અંધેરા છટ ગયા, કમલ ખીલ ગયા.

શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને છેલ્લાં પાંચ વર્ષથી ભારત વર્ષને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવી રહ્યા છે. તેઓશ્રી છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના નેતૃત્વવાળી એન.ડી.. સરકારે અનેક વિકાસલક્ષી યોજનાઓ થકી સમાજના દરેક વર્ગના ઉત્થાનનો સફળ પ્રયત્ન કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું સ્થાન અને સન્માન પ્રસ્થાપિત કર્યું છે.

૬ઠ્ઠી એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો ૪૦મો સ્થાપના દિવસ સમગ્ર ભારતવર્ષમાં ઉમંગભેર ઊજવાઈ રહ્યો છે અને લોકશાહીનું મહાપર્વ ચૂંટણી આવી રહ્યું છે ત્યારે સૌના સાથ થકી સૌનો વિકાસ થાય તથા દેશમાં સુશાસનની ફરી સ્થાપના થાય તેવી અભિલાષા અને શુભેચ્છા.