ભાજપનો સંકલ્પ પત્ર – ૭૫ સંપલ્પ થકી ભાજપ કરશે ભારતનું નવ નિર્માણ

    ૦૮-એપ્રિલ-૨૦૧૯

 
 

BJP Manifesto 2019

 
 
મિત્રો, ભાપજનો ચૂંટણી ઢંઢેરો પણ આવી ગયો છે. મહત્વની વાત એ છે કે ભાજપ તેને ઢંઢેરો નહી પણ સંકલ્પ પત્ર કહે છે. નવા ભારતના નિર્માણ માટે ભાજપે પોતાના આ ઢંઢેરામાં ૭૫ સંકલ્પો દીધા છે, જે ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ ૭૫ સંકલ્પ કયા છે તે જાણવા હોય તો આપણે આખો ઢંઢેરો વાચવો પડે. પણ આજકાલ શોર્ટ કટનો જમાનો છે માટે આ ઢંઢરાની મહત્વની કેટલીક વાતો અહીં મૂકી છે…પણ આ પહેલા જણાવી દઈએ કે આ ઢંઢેરો રજૂ કરતી વખતે મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરૂણ જેટલી, રાજનાથસિંહ, સુષમાં સ્વરાજ, થાવરચંદ ગહલોત તથા રામલાલ હાજર રહ્યા હતા….
 

# રાષ્ટ્રવાદને મહત્વ….

 
સેક્યુલરોને આ વાત નહી ગમે પણ ભાજપે ફરી ખુલીને રાષ્ટ્રવાદને મહત્વ આપ્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રને પણ એટલું જ મહત્વ આપ્યું છે. આતંકવાદની પત્યે ઝીરો ટોલેરન્સની નીતિ રાખવામાં આવી છે. ભાજપનું કહેવું છે કે દેશની સુરક્ષા અમારા માટે સૌથી પહેલી પ્રાથમિકતા છે. આમાં સૈનિકોના વેકફેયરની પણ વાત કહેવામાં આવી છે. ઢંઢેરામાં ૩૫એ અને ધારા ૩૭૦ હટાવવાની પણ વાત કરવામાં આવી છે.
 

# ખેડૂતોને પ્રાધ્યાન્ય…

 
આ ઢંઢેરામાં ખેડૂતો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે ખેત મજૂરોની પણ અહીં નોંધ લેવાઈ છે. ઢંઢેરામાં કહેવાયું છે કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવામાં આવશે, આ ઉપરાંત કિશાન ક્રેડિટ કાર્ડ થકી ૧ લાખની લોન પર ખેડૂતોને ૫ વર્ષ સુધી કોઇ વ્યાજ નહીં ચૂકવવું પડે. ૬૦ વર્ષથી મોટા ખેડૂતો માટે પેન્સન યોજના લવાશે તથા ખેત મજૂરોને પણ આ યોજનામાં આવરી લેવાશે. ખેડૂતોને વર્ષે ૬૦૦૦ની મદદ પણ કરવામાં આવશે
 

# ભારતનું થશે નવનિર્માણ

 
જો કે આ કોઇ નવી વાત નથી. ભાજપ ભારતના નવ નિર્માણ(વિકાસ)ના વચન સાથે જ સત્તા પર આવી હતી અને આ નિર્માણને તે આગળ ધપાવવા માગે છે. આ વખતે ભાજપે ભારતની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવા એક પ્લાન પણ બનાવ્યો છે, જેમાં ૧૦૦ લાખ કરોડના રોકાણની વાત પણ કરવામાં આવી છે. આમાં સ્ટાર્ટઅપ અને આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની વાત પણ મૂકવામાં આવી છે.
 

# ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આધારરૂપ વ્યવસ્થા પર ધ્યાન

શહેરી વિકાસ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. ઢંઢેરામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જોર આપવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન, જલ શક્તિ, રોડ , રેલવે, એરપોર્ટ, ડિજિટલ જેવા દરેક નવા આયામોને સાંકળી લેવામાં આવ્યા છે.
 

# ઘરે ઘરે પહોંચશે સ્વાસ્થ ઉપચાર

 
દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહે તેના પર ધ્યાન આપી દરેક નાગરિક જોડે સરળતાથી સ્વસ્થ સુવિધાઓ પહોંચે તેવું લક્ષ્ય આ ઢંઢેરા થકી રજૂ કરવામાં આવ્યું છે. દેશનું કોઇ બાળક કુપોષણનો ભોગ ન બને તે માટે ધ્યાન રાખવાની વાત પણ કહેવામાં આવી છે.
 

# સોહાર્દપૂણ વાતાવરણમાં બનશે રામ મંદિર

 
ઢંઢેરામાં કહેવાયું છે કે રામ મંદિર બનાવવા માટે જેટલી સંભાવનાઓ હશે તેના પણ કામ કરવામાં આવશે. ખૂબ ઝડપથી આ સંદર્ભે કોઇ માર્ગ નીકાળવામાં આવશે.