આ મહાનુભાવોએ તમારા તમામ બહાનાના જવાબ આપી દીધા છે…

    ૦૯-એપ્રિલ-૨૦૧૯

મહાત્મા ગાંધી, ચાર્લી ચેપ્લીન, ધીરુભાઇ અંબાણી, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સંજીવ કપૂરે તમારા બહાનાના જવાબ આપી દીધા છે…

 
# આજ સુધી દુનિયા એ માનતી હતી કે બોલ્યા વગર આપણે આપણી વાત લોકો સુધી ન પહોંચાડી શકીએ. ત્યારે ચાર્લી ચેપ્લીન આપણી વચ્ચે આવે છે અને એક પણ શબ્દ બોલ્યા વગર આપણેને આખા જીવનની ફિલસૂફી સમજાવી જાય છે
 
# આજે પણ દુનિયા એ માને છે કે એકલા માણસથી કંઇના થઈ શકે, તો મોહનચંદ ગાંધી નામના એક મહાત્મા આપણી વચ્ચે આવે છે અને એકલા આ દેશને આઝાદી અપાવવા નીકળી પડે છે અને લોકો જોડાતા જાય છે. 
 
# દુનિયા જ્યારે એ માનતી હતી કે માત્ર મહિલા જ સારૂ ખાવાનું બનાવી શકે છે ત્યારે સંજીવ કપૂર સામે આવે છે અને આખી દુનિયાને ભારતનો સ્વાદ ચખાડે છે
 
# આજે પણ દુનિયા એ માને છે કે ધનવાન બનવા ધનવાન ઘરમાં જન્મ લેવો પડે છે, તો ધીરુભાઈ અંબાણી નામના ગુજરાતી આપણી વચ્ચે આવે છે અને સાબિત કરી રીલાયન્સ કંપની સ્થાપી એ સાબિત કરી દે છે કે ગરીબ જન્મવું આપણાં હાથમાં નથી પણ ગરીબ ન રહેવું તો આપણા જ હાથમાં છે
 
# આજે પણ દુનિયા એ માને છે કે મોટી ઉમરે કંઇ ન થઈ શકે તો તેને અમિતાભ બચ્ચનમાંથી પ્રેરણા લેવી જોઇએ જે આજે પણ વર્ષમાં ૩-૪ હીટ ફિલ્મ આપે છે.
 
# જો તમે એ માનતા હો કે જીવનમાં આગળ વધવા બેકગ્રાઉન્ડની જરૂર પડે તો તમારી સામે શાહરૂખ ખાન છે જે આજે કોઇ પણ બેકગ્રાઉન્ડ વગર બોલીવૂડનો બાદશાહ છે.
 
# આજ સુધી દુનિયા એ જ માનતી હતી કે માણસ માત્ર ધરતી પર રહેવા જન્મ્યો છે તો આપણી વચ્ચે નીલ આંમસ્ટ્રોંગ જન્મ લે છે અને ચંદ્ર સુધી જઈ આવે છે.
 
આપણે એ જ જાણીએ છીએ કે આપણે શું છીએ? આપણે શું કરી શકીએ છીએ? શું બની શકીએ છીએ તે વિચારવાનો સમય હવે આવી ગયો છે..