ખરું કે ખોટું? - જો મોદી વડાપ્રધાન બની જશે તો આ દેશ છોડી દઈશ – શબાના આઝમી

    ૧૩-મે-૨૦૧૯

 
 
સોશિયલ મીડિયામાં બોલીવૂડની અભિનેત્રી શબાના આઝમીના નામે એક વાક્ય ખૂબ વાઈરલ થઈ રહ્યું છે અને એ વાક્ય છે “- જો મોદી વડાપ્રધાન બની જશે તો આ દેશ છોડી દઈશ”. આ વાક્યને લઈને સોશિયલ મીડિયામાં શબાના પર ખૂબ માછલાં ધોવાયા અને ધોવાઈ રહ્યા છે. આવા સમયે ખૂદ હવે શબાના આઝમીને સામે આવવું પડ્યું છે.
 
 
 
 
 
તેને પોતાના ટીવટર એકાઉન્ટ પર આ વાક્ય પ્રત્યે પોતાની પ્રતિક્રીયા આવી છે. તેમણે નારાગજી સાથે ટ્વીટર લખ્યું છે કે આવું મે ક્યારેય કહ્યું નથી. તેમણે ફેક ન્યુઝ બ્રિગેડની આલોચના કરી છે. તેમણે લખ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો હું આ દેશ છોડી દઈશ એ વાત મારા નામે ફેલાઈ રહી છે તે સંપૂર્ણ રીતે ફેક છે. ખોટી ખબર ફેલાવાઈ રહી છે. આ વાત માં કોઇ સચ્ચાઈ નથી.
 
 
 
શબાના આઝમીએ લખ્યું કે,
મે આવું ક્યારેય નથી લખ્યું. દેશ છોડવાનો મારો કોઇ ઇરાદો નથી. આ ખબર ફર્જી છે. આ જ એ જગ્યા છે જ્યા મારો જન્મ થયો છે અને હું અહીં જ મરીશ. ફેફ ન્યુઝ બ્રિગેટ દ્વારા મારા માટે આ જે કઈ પણ કર્યું તે નિંદનીય છે…