કમલ હાસનનું વિવાદીત બયાન – આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ હતો

    ૧૩-મે-૨૦૧૯

 

આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ હતો – કમલ હાસન

 
દેશમાં લોકોસભાની ચૂંટણીનો માહોલ છે. 7 તબક્કાની ચૂંટણીમાં ૬ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. ૧૯ મે એ છેલ્લુ મતદાન થવાનું છે ત્યારે તમિલનાડુમાંથી અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસનનું એક વિવાદિત બયાન સામે આવ્યું છે.
સાઉથના અભિનેતા કમલ હાસન આ વખતે પોતાની રાજકીય પાર્ટી બનાવી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. અને પ્રચાર – પ્રસાર પણ કરી રહ્યા છે. આ દરમિયાન તમિલનાડુમાં એક ઉમેદવારની જનસભામાં કમલ હાસને વિવાદિત બયાન આપ્યું છે. આ જનસભાને સંબોધતા હાસને કહ્યું કે અહીં મુસલમાન હાજર છે એટલે હું આવું કહી રહ્યો નથી, પરંતુ આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ જ હતો. જેનું નામ હતું નાથૂરામ ગોડસે.
 
 
 
તમને જણાવી દઈએ કે તમિલનાડુની અરવાકુરિચ વિધાનસભા ક્ષેત્રની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ તારીકે મતદાન થવાનું છે. માટે કમલ હાસન પોતાના સાથી અને આ ક્ષેત્રના ઉમેદવાર એસ. મોહનરાજ માટે વોટ માંગી રહ્યા હતા અને એ દરમિયાન તેમનું આ બયાન સામે આવ્યું છે.
 
વધુંમાં કમલ હાસને જણાવ્યું કે હું ગાંધીનો ગ્રેટ ગ્રાંડસન છું, ન્યાય માટે આવ્યો છું. મારા દિલને ઠેસ પહોંચી છે અને હું કહેવા માંગુ છું કે હું સાચો ભારતીય છું અને સાચો ભારતીય હંમેશાં ઇચ્છશે કે દેશમાં શાંતિ અને સમાનતા બની રહે…
અહીં પ્રશ્ન થાય કે શું કમલ હાસનું ચૂંટણી સમયે આવેલું આવું બયાન દેશની શાંતિ ભંગ કરે તેવું નથી? આ સમયે આતંકવાદને હિન્દુ સાથે જોડી કમલ હાસન કઈ સમાનતા અને શાંતિની વાત કરે છે. શું આ શબ્દથી તેઓ દેશમાં વિવાદ ઉભો કરવા માંગતા નથી?