@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ૨૦૨૦ની IPL માટેની તૈયારી ધોનીએ ૨૦૧૯ની આઈપીએલની છેલ્લી સ્પીચથી કરી દીધી છે

૨૦૨૦ની IPL માટેની તૈયારી ધોનીએ ૨૦૧૯ની આઈપીએલની છેલ્લી સ્પીચથી કરી દીધી છે


 
આઈપીએલ ૨૦૧૯ની સીઝન પૂર્ણ થઈ. મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ ૨૦૧૯ની ફાઈનલ મેચ જીતી ગઈ અને ચેન્નઈ સુપર કિંગ થોડા માટે મેચ હારી ગઈ. આ મેચ પછી બધાની નજર મેચ બાદ યોજાતી સેરેમની પર હતી. હાર્યા બાદ ધોની શું કહેશે તેના પર હતી.
 
આ મેચ હાર્યા બાદ એમએસ ધોનીએ જે કહ્યું તેમાં ઘણું બધુ આવી જાય છે. ધોનીએ ખૂબ સરળ ભાષામાં કહી દીધું કે આજે અમારે સારું રમવાનું હતું. આ ખૂબ જ ફની ગેમ હતી. અમે એક બીજાને ટ્રોફી આપી રહ્યા હતા. બન્ને ટીમે ખૂબ ભૂલો કરી. અંતમાં જેણે ઓછી ભૂલ કરી તે ટીમ વિજેતા બની છે.
 
આ ઉપરાંત ધોનીએ કહ્યું કે એક ટીમના રૂપે આ સીઝન અમારા માટે ખૂબ સારી રહી પણ અમારે પાછા જઈને અમારા પ્રદર્શનને જોવું પડશે. અમે પાછલી સીઝનમાં જે રીતે ક્રિકેટ રમ્યા છીએ તે પ્રકારે અમે આ સીઝનમાં રમી શક્યા નથી. અમારો મિડલ ઓર્ડર બરાબર ચાલ્યો નહી, પરંતુ તેમ છતાં અમે સફળ થયા. ફઈનલમાં અમે વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત.
 
અંતમાં ધોનીએ જે કહ્યું તે ૨૦૨૦ માટે હતું. ધોનીએ કહ્યું કે ફાઈનલમાં અમારા બોલરોએ સારી બોલિંગ કરી. આખી સીઝનમાં કોઇને કોઇ બેટિંગમાં ચાલતું રહ્યું અને અમે જીતતાં રહ્યાં પણ સતત સારું રમવા, પ્રદર્શન કરવા અમારી ટીમે વિચારવું પડશે. અમે ચેન્નઈ સુપર કિંગમાં શું સુધારો-વધારો કરીશું તે પછી વિચારીશું હાલ અમારું ધ્યાન વર્લ્ડ કપ પર છે. વર્લ્ડ કપ બાદ અમે ચેન્નઈ વિષે વાત કરીશું. બોલર્સ માટે ચિંતા નથી પણ બેટ્સમેન હજી સારું કરી શકે તેમ છે. ઉમ્મીદ છે આવતા વર્ષે મળીશુ…
 
છેલ્લા વાક્યમાં ધોનીએ સ્પષ્ટ કહી દીધુ છે કે આવનારી સીઝનમાં બેટ્સમેનોએ કામ કરવું પડશે. આ ધોનીનો સ્પષ્ટ સંકેત બેટ્સમેનોને છે કે તે પોતાના પ્રદર્શનમાં સુધાર લાવે અને વધુ પ્રેક્ટિસ કરે…