મમતાનો આ ફોટો શેર કરનાર યુવતીને મમતાએ જેલમાં પુરી દીધી છે

    ૧૩-મે-૨૦૧૯

 
પશ્ચિમ બંગાળની મુંખ્યમંત્રી મમતા બેનર્જીનું એક મીમ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે. આ મીમ જે ભાપજની કાર્યકતા યુવતીએ શેર કર્યું છે તેને મમતા બેનર્જીએ જેલમાં પુરી દીધી છે. જેનો સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે. પણ આવું મમતાએ પહેલીવાર નથી કર્યુ…આવો સમજીએ અને જાણીએ…
 

પ્રિયંકાના ફોટા પર મમતાનો ફોટો લગાડવાથી બીજી પ્રિયંકાને જેલ…

 
છ મે. બોલીવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપડા Met Gala ની એક ઇવેન્ટમાં એક વિચિત્ર લૂક સાથે હાજર રહી. તેનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો. લોકોએ ઇવેન્ટને સમજ્યા વિના ખૂબ મજા લીધી અને પ્રિયંકાની મજાક પણ ઉડાવી. હવે એ મજા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા સુધી પહોંચી અને એક યુવતીને તે મજા બદલ જેલ જવું પડ્યું છે.
 

 પ્રિયંકા શર્મા અને તેણે મમતાનો બનાવેલ મીમ

મમતાનો ગુસ્સો... 

 
ફોટોશોપ અને ટેક્નોલોજીની આ દુનિયામાં બધું જ શક્ય છે. કોના પર કોઇનો ચહેરો લગાવવો, મોર્ફિંગ કરવું હવે સામાન્ય વાત છે. આવું પ્રિયંકા ચોપડાના પેલા ફોટા સાથે થયું. પ્રિયંકા ચોપડાનો પેલી ઇવેન્ટવાળો લૂક તમે જોયો જ હશે. તેની હેર સ્ટાઈલ એવી હતી કે જાણે કોઇ પક્ષીનો માળો હોય. હવે કોઇએ મજા ખાતર પ્રિયંકા ચોપડના આ ફોટામાં મમતા બેનર્જીનો ફોટો ફોટોશોપની મદદથી લગાવી દીધો અને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો. આ વાત મમતા બેનર્જીને ગમી નહી અને આ ફોટો શેર કરનાર ભાજપની કાર્યકર્તા પ્રિયંકા શર્માને મમતાએ જેલમાં પુરી દીધી. હવે પ્રિયંકા શર્મા ૧૪ દિવસ માટે પોલીસ હિરાસતમાં છે.
 

પોલીસ કસ્ટડીમાં પ્રિયંકા શર્મા 

Priyanka Sharma કોણ છે? 

 
પ્રિયંકા શર્મા ભાજપના યુવા મોર્ચાની સભ્ય છે. તેણે ૯ મેંના રોજ સાંજે પાંચ વાગે પોતાના ફેસબૂક પર મમતા બેનર્જી પર બનેલ ફોટો પોસ્ટ કર્યો. પછી મમતાના પક્ષ દ્વારા તેની વિરુધ્ધ પોલીસ કેસ થયો તેમને આરોપ મોક્યો કે આવું કરીને પ્રિયંકાએ બંગાળના મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે તથા બંગાળની સંસ્કૃતિનું પણ અપમાન કર્યું છે. આ સાઈબર ક્રાઈમ ગણવામાં આવે અને પ્રિયંકાને સખત સજા ફટકારવામાં આવે…હાલ પ્રિયંકા જેલમાં છે…
 

 
  પ્રોફેસર અમ્બિકેશ મહાપાત્રા અને તેણે શેર કરેલું કાર્ટૂન

યાદ છે Ambikesh Mahapatra  ?

બંગાળમાં દીદીએ આવું પહેલીવાર નથી કર્યું. ૨૦૧૨માં જાદવપુર યુનિવર્સિટીના કેમિસ્ટ્રીના પ્રોફેસર અમ્બિકેશ મહાપાત્રાને એક દિવસ માટે જેલમાં જવું પડ્યું હતું. તેની ભૂલ બસ એટલી જ હતી કે તેણે મમતા બેનર્જી પર એક કાર્ટૂન શેર કર્યું હતું.

 #IsupportPriyankaSharma 


જોકે હાલ સોશિયલ મીડિયા પર પ્રિયંકા શર્માના સમર્થનમાં લોકો આવી ગયા છે. ટીવટર પર #IsupportPriyankaSharma ટ્રેડ ચાલુ થઈ ગયો છે. મમતા બેનર્જીની આ તાનાશાહીનો આહીં ખૂબ વિરોધ થઈ રહ્યો છે.