ગુજરાત સરકાર દલિતોની પડખે છે, દલિતોને જરા પણ ચિંતા કરવાની જરૂર નથી : પ્રદિપસિંહ જાડેજા

    ૧૫-મે-૨૦૧૯

 
ગુજરાતમાં  બોરીયા, ખંભીસર, સીતવાડા અને કડીના લ્હોર ગામ દલિતોના વરઘોડાને રોકવાની ઘટનાઓ બની છે. આ બધાની વચ્ચે લ્હોર ગામમાં દલિતોનો તો બહિષ્કાર પણ કરવામાં આવ્યો. આ ઘટનાઓ પછી સરકાર સહિત આખુ ગુજરાત હચમચી ગયું છે. ગુજરાત રાજ્ય અને તેની પ્રજા શાંત ગણાય છે, આહીં આવા બનાવો બને તે ગુજરાતની જનતા અને ગુજરાત માટે ચિંતાનો વિષય છે. આ માટે સચોટ અને યોગ્ય દિશામાં પગલા ભરાય તે ખૂબ જરૂરી છે અને માટે જ આજે આ સંદર્ભે ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમા તેમને આવી ઘટાના ન થાય તે માટે તરત એક્શન લેવાની વાત મૂકી હતી…..
 
વધું તેમણે જણાવ્યું હતું કે,
 
દલિતોના વરઘોડાને રોકવામાં આવે છે, તેમના પર હુમલા થાય છે જે ખુબ જ દુ:ખદ વાત છે. આ બાબતે રાજ્યની પોલીસ યોગ્ય કાર્યવાહી કરીને દોષિતોને સજા કરશે. આ બાબતે પોલીસે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી છે.
 
અમે આ ઘટણાની ગંભીરતાથી નોંધ લીધી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ તરત ત્યાં પહોંચ્યા હતા અને બન્ને પક્ષો વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું. લ્હોર ગામમાં જે થયું તેની અમને જાણ થતા જ અમે તરત ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતા કે જેથી કઈ અનહોની ન થાય. અને અહીં વાજતે ગાજતે દલિત યુવાનનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. બીજે અનેક જગ્યાએ પણ શાંતિ જાળવવા પોલીસે સક્રિય ભૂમિકા ભજવીએ છે
 
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દલિતોના વરઘોડા શાંતિપૂર્ણ નીકળે તેના માટે સરકાર પુરેપુરી કટિબદ્ધ છે. ગુજરાત સરકાર દલિતોની પડખે છે, દલિતોને જરા પણ ચિંતા કરવાની જરૂર નથી.
 
તેમણે જણાવ્યું કે કેટલાક અસમાજિક તત્વો દ્વારા સમાજ સમાજને લડાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગુજરાતની છબી બગાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે, સામાજિક સમરસતા તોડવા પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ તેઓના આ ઇરાદાઓને અમે સફળ થવા નહીં દઇએ.