મા. સરસંઘચાલકજીના કાફલાની એક ગાડીનું ટાયર ફાટ્યું, એક જવાન ઘાયલ

    ૧૭-મે-૨૦૧૯

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના મા. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સુરક્ષા કાફલામાં સામિલ એક પોલિસ જીપને ગુરૂવારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં મોહનજીને સુરક્ષિત છે પણ સીઆઈએસએઅફના એક જવાનને થોડી ઇજા થઈ છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મોહનજી ચંદ્રપુરથી નાગપુર જઈ રહ્યા હતા. આ અકસ્માત ચંદ્રપુર જિલ્લાના વરોરા તાલુકામાં આવેલ નંદોરી ગામ નજીક થયો હતો.
 
Vskbharat ના રીપોર્ટ પ્રમાણે મા. સરસંઘચાલક એક કાર્યક્રમમાં હાજરી આપવા ચંદ્રપુર ગયા હતા. નાગપુર પાછા જતી વખતે સાંજે ૫.૩૦ કલાકે નંદોરી ગામ નજીક આ ઘટના ઘટી હતી. કાફલો જઈ રહ્યો હતો ત્યારે કાફલામાં સામિલ એક પોલીસ જીપનું ટાયર ફાંટતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. એવા પણ અહેવાલો છે કે કાફિલા સામે અચાનક ગાય આવી જતા ડ્રાઈવરે તેને બચાવવની કોશિશ કરી અને કાબૂ ગુમાવતા ગાડીનું ટાયર ફાટી ગયુ અને આ દુર્ઘટના ઘટી.
 
જોકે આ અકસ્માતમાં એક સાથી જવાનને મામૂલી ઇજા થઈ છે. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા અને પછી મા. મોહનજી નાગપુર જવા ત્યાંથી નીકળી ગયા…
 

ગરમીના કારણે ટાયર ફાટ્યુ….

 
Vskbharat ના રીપોર્ટ પ્રમાણે પોલીસ કહે છે કે ગુરૂવારે ચંદ્રપુરમાં ૪૬ ડિગ્રી તાપમાન હતું. ખૂબ ગર્મીના કારણે આ ગાડીનું ટાયર ફાટ્યુ અને આ અકસ્માત થયો છે. જોકે ડ્રાઈવરની સૂઝબૂઝના કારણે મોટી દૂર્ઘટના થતી અટકી ગઈ છે…