કોણ છે આ અરબ પતિ જેણે ૪૦૦ વિદ્યાર્થીઓની ૨૭૮ કરોડની શિક્ષણ લોન ચૂકવી દીધી છે

    ૨૧-મે-૨૦૧૯

અમેરિકામાં એટલાન્ટાના મોરહાઉસ કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગયા રવિવારનો દિવસ આનંદદાયક હતો. કેમ કે અરબપતિ તથા વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સના સંસ્થાપક અને અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત આફ્રીકી-અમેરિકી પરોપકારી રૉબર્ટ એફ. સ્મિથે એક વાક્ય કહીને સૌને ચોકાવી દીધા. તેમણે કહ્યું કે આ વર્ષે હું આ કોજેલમાંથી સ્નાતક થયેલા ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓની કરોડો રૂપિયાની શિક્ષણ લોન ચૂકવી દઈશ. મોરહાઉસ કોલેજ અમેરિકાના જોર્જિયાના એટલાન્ટા શહેરમાં આવેલ છે. અશ્વેતો માટેની આ ઐતિહાસિક કોલેજ છે, જ્યાં માત્ર છોકરાઓને જ એડમિશન અપાય છે.
 
સ્મિથે રવિવારે કોલેજના દીક્ષાંત સમારોહમાં આ જાહેરાત કરી હતી. આ જાહેરાત ઘણાં અર્થમાં ઐતિહાસિક અને મહત્વની છે. સ્મિત એક અશ્વેત અમેરિકન નાગરિક છે. તેમણે કહ્યું કે તેમનો પરિવારન છેલ્લી આઠ પીઢિઓથી અમેરિકમાં રહે છે માટે તેમનો પરિવાર સમાજના ઉજવળ ભાવિ માટે યોગદાન આપવા માંગે છે. જણાવી દઈએ કે, અમેરિકામાં ૪૦૦ વિદ્યાર્થીઓની રૂપિયા ૨૭૮ કરોડની શિક્ષણ લોન ચૂકવી આપનાર અરબપતિ રૉબર્ટ એફ. સ્મિથ એક ખાનગી ઇક્વિટી ફર્મ વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સના સંસ્થાપક અને અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત આફ્રીકી-અમેરિકી પરોપકારી છે. ફોર્બ્સના અહેવાલ મુજબ સ્મિથની કૂલ મિલકત ૫ અરબ ડોલરની છે. સ્મિથ પહેલા ગોલ્ડમૈન સૈક્સમાં કામ કરતા હતા અને પછી તેમણે વિસ્ટાની સ્થાપના કરી. જે સોફ્ટવેર, ડેટા અને ટેક્નોલોજી સાથે જોડાયેલી કંપનીઓમાં રોકાણ કરે છે.
 

 
 

લોન ચૂકાવવામાં લાગે છે ૨૫ વર્ષ

 
એક અમેરિકન વિદ્યાર્થીએ થોડા સમય પહેલા અમેરિકાના શિક્ષણ જગતને એક પ્રશ્ન પૂછી અનેક સવાલો ઉભા કર્યા હતા. તેણે પ્રશ્ન કર્યો કે બે લાખ ડોલરની લોન ચૂકવવામાં એક વિદ્યાર્થીને ૨૫ વર્ષ લાગી જાય છે. તેણે તેના પગારની અદધી રકમ બેંકમાં જમા કરાવવાની હોય છે. અમેરિકામાં આ પ્રશ્ન પર ખૂબ ચર્ચા થઈ. હવે વિદ્યાર્થીઓનું ઋણ અમેરિકામાં રાષ્ટ્રીય મુદ્દો બન્યો છે. અહીંની રાજકિય પાર્ટી ડેમોક્રેટીક પાર્ટીના અનેક સાંસદોએ આ વિષય પર ચિંતા પણ વ્યક્ત કરી છે. રેટિંગ એજન્સી ફિચના મતે અમેરિકન વિદ્યાર્થીઓ પર લગભગ ૧૦૫ લાખ કરોડનું દેવું છે. હવે આ ચર્ચાના થોડા જ દિવસમાં સ્મિથે આ જાહેરાત કરી છે. આ જહેરાત પછી મોરહાઉસનું કહેવું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉપહાર છે…
 

 
 

અત્યાર સુધીનો સૌથી મોટો ઉપહાર છે

 
કોલેજના અધ્યક્ષ ડેવિડ થૉમસે ન્યુઝ ચેનલ સીએનએનને જણાવ્યું કે લગભગ ૩૯૬ જેટલા વિદ્યાર્થીઓ છે. તેમની કેટલી લોન છે તેનો આકંડો હાલ કહેવો અંઘરો છે પણ આ રકમ લાખ્ખો ડૉલરમાં હશે. ડેવિડે જણાવ્યું કે આ મુક્તિનો સૌથી મોટો ઉપહાર છે.