૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ઇતિહાસનું સૌથી વધારે મતદાન થયું છે! કેટલું ખબર છે? વાંચો

    ૨૨-મે-૨૦૧૯

 
 
ચૂંટણી પંચે જણાવ્યું છે કે સાત તબક્કામાં યોજાયેલી ૨૦૧૯ની આ લોકસભાની ચૂંટણીમાં કુલ ૬૭.૧૦ ટકા મતદાન થયું છે જે અત્યાર સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સૌથી વધુ છે. આ વખતે લોકોએ મતદાન વધારી એક રેકોર્ડ કર્યો છે. ૧૯૫૧થી અત્યાર સુધીમાં લોકસભાની ચૂંટણી યોજાઈ છે તેમાં સૌથી વધારે મતદાન આ ચૂંટણીમાં થયું છે. આ પહેલા ૬૬.૪૪ ટકા મતદાન ગઈ ચૂંટણીમાં એટલે કે ૨૦૧૪માં થયું હતું અને સૌથી ઓછુ મતદાન પહેલી લોકસભાની ચૂંટણીમાં એટલે કે ૧૯૫૧માં ૪૫.૬૭ ટકા જેટલું થયું હતું…