જેના માટે બોલિવૂડ પ્રચાર કરવા મેદાને ઉતર્યુ હતુ તે કનૈયાકુમારનું શું થયું? હાર કે જીત?

23 May 2019 17:15:35

 
બેગુસરાયમાં આ વખતે ખરા ખરીનો જંગ હતો. કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી કનૈયાકુમારે ચૂંટણી લડી અને તેની સામે ભાજપના ગિરિરાજસિંહ ઉભા હતા. વિશેષજ્ઞોને આ બેઠક પર ભાજપની હાર દેખાતી હતી કેમ કે કનૈયા કુમારનો પ્રચાર કરવા જેએનયુના અનેક વિદ્યાર્થીઓથી લઈને અડધું બોલિવૂડ મેદાનમાં આવી ગયું હતું. 
 
બેઠક - બેગુસરાય (બિહાર)
 

ઉમેદવાર

 
ભાજપ – ગિરિરાજસિંહ
સીપીઆઈ - કનૈયાકુમાર
 

રૂઝાન શું કહે છે?

 
ગિરિરાજસિંહને ૬,૬૮,૫૬૩ મત મળ્યા છે.
કનૈયાકુમાર ને ૨,૬૧,૮૯૦ મત મળ્યા છે
 

માર્જિન – ૪ લાખ મતોથી ગિરિરાજસિંહ આગળ છે…

 
મહત્વની વાત એ છે કે અહીં કનૈયાકુમારને સપોર્ટ કરવા કોંગ્રેસે કોઇ ઉમેદવાર ઉતાર્યો ન હતો. પણ રાષ્ટ્રીય જનતા દળે પોતાના ઉમેદવાર તરીકે તનવીર હસને મેદાને ઉતાર્યો હતો. કનૈયા કુમાર હંમેશા કહેતો હતો કે જો રાષ્ટ્રીય જનતા દળ સાથે ગઠબંધન થઈ જાત તો વધારે ફાયદો થાત. પણ કનૈયાકુમારની આ સંભાવના પણ સાચી ઠરી નથી કેમ કે તનવીરને પણ માત્ર ૧,૯૪,૧૫૩ મત જ મળ્યા છે. એટલે કનૈયાકુમાર(૨,૬૧,૮૯૦) અને તનવીર(૧,૯૪,૧૫૩)ને મળેલા મતોનો સરવાળો કરીએ તો પણ ગિરિરાજસિંહ(૬,૬૮,૫૬૩) આગળ રહે છે.
 

ટૂંકમાં બેગુસરાયથી કનૈયાકુમારની ૪ લાખ કરતા વધારએ મતોથી હાર થઈ રહી છે…


 
Powered By Sangraha 9.0