પ્રંચડ જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા આવી છે

    ૨૩-મે-૨૦૧૯

 
 
લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપ પોતાના દમ પર સરકાર બનાવે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ચારે તરફ આ જીતની ચર્ચા છે. ચારે તરફ મોદી મોદી છે ત્યારે દરેકની નજર નરેન્દ્ર મોદી પર છે. તેઓ શું કહેવા માંગે છે. તેમની આ જીત પર કઈ પ્રતિક્રિયા છે? તે સૌ જાણવા માગે છે. તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરી છે…
 
તેમણે એક વાક્યમાં તેમની પ્રતિક્રિયા આપી દીધે છે, તેમણે લખ્યુ કે,
 
સૌનો સાથ + સૌનો વિકાસ + સૌનો વિશ્વાસ = વિજયી ભારત
આપણે એક સાથે આગળ વધીશું,
આપણે એક સાથે સમૃદ્ધ થશુ,
આપણે એકજૂથ થઈને એક મજબૂત અને ઇક્યૂસિવ ભારતનું નિર્માણ કરીશું,
ભારત ફરીવાર જીત્યુ છે!