ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ આનંદનો દિવસ છે – ડૉ. મનમોહન વૈદ્ય

    ૨૪-મે-૨૦૧૯

 
 
ભાજપની પ્રંચડ જીત બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના મા. સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્યએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે,
 
આ ચૂંટણી ભારતની બે અવધારણાઓ (Idea of Bharat) વચ્ચે લડાઈ હતી. એક તરફ ભારતની પ્રાચીન અધ્યાત્મ આધારિત એકાત્મ, સર્વાગીણ અને સર્વસમાવેશક જીવનદ્રષ્ટિ અને ચિંતન છે, જેને દુનિયામાં હિન્દુ જીવન અથવા હિન્દુ ચિંતનના નામે ઓળખવામાં આવે છે.
 
બીજી બાજુ એ અભારતીય દ્રષ્ટિ હતી જે ભારતને અનેક અસ્મિતાઓમાં (identities) વહેંચીને જોતી રહી છે. અને પોતાના નિહિત સ્વાર્થ માટે સમાજને જાતિ, ભાષા, પ્રદેશ અને ઉપાસના પંથના (religion) નામે વેહેંચીને કામ કરતી રહી છે. આ બહિષ્કાર (exclusion) અને ભાગલા પાડવાની રાજનીતિ કરનારાઓએ હંમેશાં સમાજને જોડનારી, એકાત્મ દ્રષ્ટિથી જોનારી શક્તિનો વિરોધ જ કર્યો છે અને આ સંદર્ભે જુદી જુદી અને આધારહિન, ખોટા આરોપ લગાવી ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે.
 
સ્વતંત્રાના સમયથી જ ચાલી રહેલી આ વૈચારિક લડાઈ હાલ એક નિર્ણાયક મોડ સુધી આવી પહોંચી છે. આ ચૂંટણી આ લડાઈનો એક મહત્વપૂર્ણ પડાવ છે. સમાજ એક થવા લાગ્યો છે, તો હવે ભાગલા પાડીને રાજનીતિ કરનારા લોકોની પગતળેથી જમીન ખસી રહી છે. માટે ભાગલા પાડનારાઓ એકજુથ થઈ, એક બીજાનો સાથ આપી જોડવામાં માનતી શક્તિનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહી છે.
 
ભારતની સુવિજ્ઞ, બુદ્ધિમાન જનતાએ જોડવાવાળી, સર્વસમાવેશક ભારતને સમર્થન આપી “સૌનો વિકાસ”ના સૂત્રને વિજયી બનાવ્યું છે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત આશ્વાસક અને આનંદનો આ દિવસ છે. ભારતની જનતા આ માટે અભિનંદનને પાત્ર છે. આ વૈચારિક લડાઈમાં ભારતના પક્ષના મજબૂત નેતૃત્વનું અને બધા જ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન…